તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદમાં વેપારીઓએ CCTV કેમેરા લગાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદશહેરમાં આંબાવાડી વિસ્તારમાં આવેલી કાપડબજારમાં શહેર ઉપરાંત આસપાસનાં પાંચ તાલુકાનાં લોકો ખરીદી કરવા આવતા હોય હમેંશા ધમધમતો વિસ્તાર ગણાય છે. કેશોદ શહેરનાં કાપડ હેન્ડલુમ - રેડીમેઇડ એશોસીએશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિસ્તારમાં સલામતી માટે પગલા ભરવા વારંવાર રજૂઆતો ઉપરાંત રેલીઓ કાઢેલી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા અંતે તમામ વેપારીઓએ ભંડોળ એકઠુ કરીને 63 હજારના ખર્ચે દશ સીસીટીવી કેમેરા ઉપરાંત બે મોનીટર સેટ લગાવ્યાં છે.

કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ લોહાણા વિદ્યાર્થીભુવનનાં હોલમાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય અરવીંદભાઇ લાડાણી, પીઆઇ ટીલવા, ડી.ડી.દેવાણી, સુધરાઇ ઉપપ્રમુખ કૈલાશભાઇ ઠકરાર, પ્રવિણભાઇ ભાલારા સહિત વેપારીઓ હાજર રહયા હતા. કાપડબજાર ચોક વિસ્તાર, પટેલ વિદ્યામંદીર રોડ, જલારામ મંદિર રોડ, બગીચાવાળો રોડ, પટેલ મીલ રોડ સહિતનાં વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવીને મોનીટરીંગ માટે મોનીટરો બે સ્થળો રાખવામાં આવેલા છે. આવારા તત્વોનો ત્રાસ, છેડતી, ચોરી, લુંટનાં બનાવો બનશે તો તેઓને ઝડપી પાડવા પોલીસતંત્રની સુગમતા રહેશે. હેન્ડલુમ એશો.ના પ્રમુખ અશોકભાઇ રાયચઠ્ઠા, મંત્રી જયેશભાઇ પરમાર, વજુભાઇ લુક્કા સહિત આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. આંબાવાડી કાપડબજારમાં તંત્રની રાહ જોયા વગર લોકફાળાથી લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાથી શહેરીજનોએ આવકાર્યુ છે. કાપડબજાર એશોસીએશનનાં પ્રમુખ અશોકભાઇ રાચઠઠ્ઠાએ કરેલુ કાર્ય શહેરનાં અન્ય એશોસીએશન અને સંસ્થાઓને પ્રેરણા આપનારૂ બન્યું છે. કેશોદનાં પીઆઇ ટીલવાએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે સીસીટીવી કેમેરાએ આજના વિજાણું યુગમાં જરૂરી છે અને સલામતીના ભાગરૂપે તમામ વિસ્તારો આવરી લેવામાં આવે તો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સુગમતા રહે.

વેપારી એસો. દ્વારા કાર્યક્રમ યોજાયો. તસવીર- મનિષ મહેતા

કેશોદમાં વહિવટી તંત્ર દ્વારા લગાવેલા કેમેરા કયાં.?

કેશોદશહેરમાં બાઇક ચાલક દ્વારા સાંજના સમયે ચાલીને જતી મહિલાઓને બ્લેડનાં છરકા મારવાનો સીલસીલો ચારેક વર્ષે પહેલાં શરૂ થયો હતો. ત્યારે આરોપીને ઝડપી પાડવા સમગ્ર જિલ્લાની પોલીસ તથા તમામ સ્કવોડ કેશોદમાં ઉતારવામાં આવેલી હતી. ત્યારનાં જિલ્લા પોલીસવડાએ તાત્કાલીક કેશોદના બસ સ્ટેન્ડ વિસ્તાર, રેલ્વે સ્ટેશન, ચારચોક અને પોલીસ સ્ટેશનમાં કેમેરાઓ લગડાવ્યા હતાં. કેમેરાઓ આજની સ્થિતિએ અસ્તિત્વજ ધરાવતા નથી. વહીવટી તંત્ર દ્વારા શહેરીજનોની સલામતી માટે અને આરોપીઓને ઝડપી પાડવા લગાવવામાં આવેલા જે આજે વપરાશમાં લેવામાં આવતા શહેરીજનોમાં વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. વહીવટી તંત્ર દ્વારા ફાળવેલા કેમેરાઓ ફરીથી લગાવી કાર્યરત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

કેશોદ કાપડબજાર એશો. દ્વારા સીસીટીવી કેમેરાના લોકાપર્ણ કાર્યક્રમમાં હાજર રહેલા ધારાસભ્ય અરવીંદભાઇ લાડાણીએ જણાવેલ કે આગામી નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરીને સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવા આયોજન કરવામાં આવશે.

એસો.નીકામગીરી સરાહનીય : ચેમ્બર પ્રમુખ

ચેમ્બરઓફ કોમર્સનાં પ્રમુખ મગનભાઇ કોટડીયાએ જણાવેલ કે કાપડબજાર એશોસીએશન દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાનું કાર્ય કરી ભંડોળનો યોગ્ય ઉપયોગ કર્યો છે. કાપડબજાર એશોસીએશનનાં પ્રમુખ અશોકભાઇ રાયચઠ્ઠાએ કરેલી કામગીરી અન્ય વેપારી સંગઠનોને રાહ ચીંધનારી ગણાવી હતી.

કેશોદ શહેરમાં સીસીટીવી કેમેરા લગાવાશે : ધારાસભ્ય

આંબાવાડી વિસ્તારની કાપડ બજારમાં સલામતી માટે આવકારદાયક પગલું ગણાવતા શહેરીજનો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો