• Gujarati News
  • સોંદરડામાં બનતી’તી બોગસ જંતુનાશક દવા

સોંદરડામાં બનતી’તી બોગસ જંતુનાશક દવા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોરઠમાંખાતરની તીવ્ર અછતથી ખેડૂતો પરેશાન છે ત્યારે કેશોદનાં સોંદરડા ગામે એક વાડીનાં ગોડાઉનમાંથી ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવાની ફેકટરી ઝડપાતા સનસની મચી ગઇ છે. પોલીસે 15 લાખનાં મુદામાલ સાથે એક શખ્સની અટક કરી હતી. જયારે ત્રણ શખ્સો નાસી ગયા હતાં. ડુપ્લીકેટ દવાનું કૌભાંડ બહાર આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે.

કેશોદથી ચાર કીમી અંતરે આવેલ સોંદરડા ગામની સીમની વાડીનાં એક ગોડાઉનમાં ખેતરનાં પાકમાં નાંખવા માટેની ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવાની ફેકટરી ધમધમતી હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળતા પીઆઇ ચાંડપાએ સ્ટાફનાં કાફલાને સાથે રાખી આજે બપોરનાં અરસામાં સોંદરડા ગામે નિરવ વિજયભાઇ પટેલની વાડીમાં આવેલા ગોડાઉનમાં ત્રાટકતાં ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવાની ફેકટરી ધમધમી રહી હોવાનું નિહાળતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. સ્થળેથી ડુપ્લીકેટ દવા બનાવવાનાં કેમીકલ, મટીરીયલ્સ, મશીનરી સહિત 15 લાખની કિંમતનો મુદામાલ કબજે કરી નિરવને અટકમાં લઇ આગળની પુછપરછ હાથ ધરી કયા નામથી દવા બનાવી વેંચતો હતો, કોને-કોને પહોંચાડતો હતો, કેટલા સમયથી દવા બનાવતો હતો સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અન્ય ત્રણ શખ્સો નાસી ગયા હોવાનું જાણવા મળે છે. ડુપ્લીકેટ દવાનું કૌભાંડ બહાર આવતા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે.

થોડા સમય પહેલા નિલોફર વાવાઝોડાનો ભય અને પછી કમોસમી વરસાદનાં કારણે આજે પણ ખેડૂતો ચિંતીત છે ત્યારે આવી ડૂપ્લીકેટ દવાની ફેકટરી ઝડપાતા ખેડૂતો સનસની મચી ગઈ છે.

સોરઠમાં ખાતરની અછત છે ત્યારે અહીં વાડીમાં ગોડાઉનમાં ડૂપ્લીકેટ જંતુનાશકદવા બનાવવાનું કારખાનું ધમધમતુ હતું. / તસ્વીર: મનિષ મહેતા

{નાસી ગયેલા ત્રણની શોધખોળ શરૂ થઈ

{15 લાખનાં મુદ્દામાલ સાથે શખ્સ સકંજામાં

છટકુ | કેશોદ પંથકનાં ગામમાં પૂર્વ બાતમીનાં આધારે પોલીસ કાફલો વાડીમાં ત્રાટકતાં ડુપ્લીકેટ કૌભાંડ બહાર આવ્યું

સ્થળ પરથી મટીરીયલ્સ મળ્યું

અહિંયાથી આધારપુરાવાનીમઆઇ કેમિકલ્સ 200 લીટર, આઇપીએ 200 લીટર, બીન્ની 200 લીટર, એસીડ ભરેલા 30 બેરેલ સહિતનું મટીરીયલ્સ મળી આવ્યું હતું.