તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયાને ST તંત્ર દ્વારા કરાતો અન્યાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માળીયાહાટીના ગામ તાલુકાનું મુખ્ય મથક હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો બહોળા પ્રમાણમાં આવતા જતા હોય છે પરંતુ એસ.ટી તંત્ર દ્વારા પુરતી સવલંતો આપવામાં આવતી હોવાની ફરીયાદો ઉઠી છે અને બાબતે અનેક વખત રજુઆતો કરવી છતાં તંત્ર દ્વારા પ્રશ્ન ઉકેલવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે જેથી લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. માળીયા હાટીના પંથકમાં એસ.ટી તંત્ર દ્વારા પુરતી એસ.ટી બસો દોડાવવામાં આવતી નથી. તેમજ જે જુના રૂટો શરૂ છે તે પણ અચાનક બંધ કરી દેવામાં આવે છે. જેથી લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે જેથી કેશોદ-નરોડા બસ ટ્રાફીકનાં કારણે બંધ કરાઇ છે.

જે કેશોદ માળીયા હાટીના વાયા વડાળા, અવાણીયા, શેરગઢ, અજાબ, કેશોદ થઇને નરોડા દોડાવવા માંગ કરાઇ છે તેમજ હાઇવે રોડ પર આવતા ગળોદરમાં તમામ બસોનો સ્ટોપ આપવા પત્ર રજુઆત કરાઇ અને પ્રશ્ન નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં ઉપવાસ અને રસ્તા રોકો આંદોલનની ચીમકી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉચ્ચારવામાં આવે છે. માળીયા બસ સ્ટેન્ડમાં પુરતા પાણીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી.

કોઇપણ જાતની જાણ કર્યા વિના અનેક રૂટો રદ કરી દેવાય છે : લોકોમાં રોષ

2 ઓકટોબર પછી બસ સ્ટેન્ડ સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો