તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Keshod
  • માંગરોળ પંથકનાં સાંઢામાં પેશકદમીનો વિવાદ વકર્યો, વધુ 36 દલિતની અટક

માંગરોળ પંથકનાં સાંઢામાં પેશકદમીનો વિવાદ વકર્યો, વધુ 36 દલિતની અટક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંઢાના દલિતોએ જેતે સમયે કલેકટર કચેરી સામે ધરણા પણ કર્યા હતા

માંગરોળતાલુકાના સાંઢા ગામે આઠેક માસ પહેલા ગૌચરની જમીનમાં પેશકદમીનો વિવાદ ગરમાયો હતો.માંગરોળ કોર્ટના ૧૯૯૨ના મનાઈ હુકમ બાદ પણ જગ્યા પર ખેતી વિષયક દબાણો થયા હતા.દરમિયાન મુદ્દે ગ્રામજનો અને દલિતો વચ્ચે આક્ષેપો-પ્રતિ આક્ષેપો બાદ જિલ્લા કલેકટરને અનેકવાર રજૂઆતો કરાઈ હતી. સાથે દલિતો દ્વારા સાંથણીની જમીનની પણ માંગણી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી અંદરખાને તંગ સ્થિતિ વચ્ચે આઠ દિવસ પહેલા જિલ્લા જમીન માપણી શાખાએ માપણી કર્યા બાદ ગૌચરની જમીનમાં થયેલા દબાણો લોકોએ સ્વેચ્છાએ દૂર કર્યા હતા. પરંતુ શનિવારે માંગરોળ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી મંત્રી, કેશોદ એએસપી સહિત માંગરોળ, શીલ, ચોરવાડ, બાંટવા સહિત જિલ્લાભરના પોલીસ સ્ટાફની હાજરીમાં ગૌચરની જમીનમાંથી ખસી જવા ઈન્કાર કરી દીધો હતો. પોલીસ અને વહીવટી તંત્રના સમજાવટના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. પરિણામે પોલીસે ૩૭ દલિતોની અટક કરી શીલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૧૪૩, ૧૪૭ તેમજ ગુજરાત પંચાયત ધારા ૧૦૫ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.ત્યારબાદ જામીન પર તમામનો છૂટકારો થયો હતો.આખરે કોઈ અનિચ્છનિય બનાવ બનતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ આજે સવારે દલિતોએ વિવાદ વાળી જગ્યાએ ફરી ધામા નાંખતા મામલો ગરમાય તેવી સ્થિતિ સજાઁય હતી.આજે પણ પોલીસની સમજાવટ છતાં નિરાકરણ આવતા આજે 9 મહિલા, 27 પુરૂષ એમ ૩૬ લોકોની અટકાયત કરી હતી. મોડી સાંજે જામીન પર મુકત થયા હતા.ત્યારે આવતીકાલે શું થશેωતે અંગે પોલીસતંત્રમાં પણ ચર્ચા ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...