• Gujarati News
  • અગતરાય યુકો બેંકમાં આગ : 4 લાખ ખાક

અગતરાય યુકો બેંકમાં આગ : 4 લાખ ખાક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનાંઅગતરાય ગામે આવેલ યુકો બેંકમાં શોર્ટસર્કીટથી અચાનક આગ ભભૂકી ઉઠતા અંદાજે 4 લાખની રોકડ અને સાહિત્ય બળીને ખાક બન્યું હતું. આગમાં એક કર્મચારીને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં રાજકોટ ખસેડાયો હતો.

કેશોદથી 7 કિ.મી. અંતરે આવેલ યુકો બેંકની શાખામાં આજે બપોરનાં 4:30 વાગ્યાનાં અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠતા બેંકનાં એક કર્મચારીને દાઝી જવાથી ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયેલ હતો. બેંકમાં અચાનક આગ લાગતા કેશોદ પાલિકાનાં ફાયર બ્રીગેડનો સ્ટાફ બંબા સાથે પહોંચી ગયેલ અને ત્રણ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. શોર્ટસર્કીટને લીધે આગ લાગી હોવાનું મનાઇ રહ્યું છે. આગથી અંદાજે 4 લાખની રોકડ રકમ અને સાહિત્ય બળીને ખાક બન્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગનાં બનાવનાં પગલે કેશોદ ડીવાયએસપી ભરતસંગ ટાંક અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બેંક અાગથી લોકો એકઠા થઇ ગયા હતા. બેંકમાં કેટલી રકમ હતી અને કેટલુ સાહિત્ય બળી ગયું છે તપાસનાં અંતે જાણવા મળશે.

દોડધામ મચી| શોટ સર્કિટથી કેશોદનાં