• Gujarati News
  • કેનેરા બેંકની કેશોદ બ્રાન્ચ સાથે નવ લાખની કરાઈ ઠગાઈ

કેનેરા બેંકની કેશોદ બ્રાન્ચ સાથે નવ લાખની કરાઈ ઠગાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદપંથકમાં બેકીંગ ક્ષેત્રે પનોતી બેઠી હોય એમ થોડા સમય પહેલાં અગતરાય યુકો બેંકમાં ખુદ કેશિયરે આગ લગાડી લાખોનું કૌભાંડ આચર્યા બાદ કેશોદની કેનેરા બેંક સાથે પાંચ ઇસમોએ બોગસ દસ્તાવેજો આપી નવ લાખની છેતરપીંડી કરતા બેંક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

કેશોદમાં રાજસિનેમા રોડ પર આવેલ કેનેરા બેંકમાંથી વલ્લભ મુળજી કોટડીયા, વિઠ્ઠલ દેવજી ભાલોડીયા, કુળજી ખીમજી કનેરીયા, નરશી ડાયા ઘોડાદરા અને જગદીશ ચુડાસમા નામનાં પાંચ શખ્સોએ ગત 22 ઓકટો.નાં રોજ દસ્તાવેજોનાં આધાર પુરાવા રજુ કરી રૂા.8.90 લાખની લોન મેળવી લીધી હતી. બાદમાં મેનેજરે દસ્તાવેજોની ખરાઇ કરતા દસ્તાવેજો બોગસ હોવાનું બહાર આવતાં ઇસમોએ બેંક સાથે છેતરપીંડીનું ખુલવા પામતાં બેંક મેનેજર આશિષ કુંજે આજે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ગામીતે તપાસ હાથ ધરી છે.

{પાંચ જણાએ બોગસ દસ્તાવેજથી લોન મેળવી

કેનેરા બેંક બ્રાન્ચ ખુલ્યે 2 માસનો સમય

કેશોદમાંકેનેરાબેંકની બ્રાન્ચ ખુલ્યાને હજુ માંડ બે માસ જેવો સમય થયો છે ત્યાં પ્રથમ ગ્રાસેજ મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. સામાન્ય રીતે બેંંક પુરી તપાસ બાદ લોન આપતી હોય છે. કેસમાં તપાસનો અભાવ કે અન્ય કોઇ કારણ કામ કરી ગયું છે.

બેંકોની માઠી | અગતરાય યુકો બેંકની આગનંુ કૌભાંડ તાજુ છે ત્યાં