તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Keshod
  • તિરંગા યાત્રા વખતે નિયમભંગ થતા કાર્યવાહીની પાસ અગ્રણીની માંગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તિરંગા યાત્રા વખતે નિયમભંગ થતા કાર્યવાહીની પાસ અગ્રણીની માંગણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાંગત તા. 20 ઓગષ્ટે સાંજે 5 વાગ્યે અજાબ ગામે તિરંગા યાત્રા અને બાઇક રેલી કાઢવામાં અાવી હતી. જેમાં કેશોદનાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અને એડવોકેટ કમ નોટરી હરેશભાઇ ખાનપરા તેમજ ભાજપનાં અન્ય આગેવાનો દ્વારા ચાલુ બાઇક દરમ્યાન છૂટા હાથે હેલ્મેટ વિના મોટર વ્હીકલ એક્ટની જોગવાઇનો ભંગ કર્યો છે. અને માપસાઇઝ વગરનાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા હતા. આથી તેનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એવી માંગણી ભરત લાડાણીએ કરી છે. અંગે અરવિંદભાઇ લાડાણીએ વળતો સવાલ કર્યો કે, શું તેઓએ રાષ્ટ્રધ્વજ માપ્યા હતા ખરા વળી અજાબ ગામે શહીદોનાં પોસ્ટરો તેઓએ ફાડી નાંખ્યા હતા અને રાષ્ટ્રધ્વજ તોડી ફોડી તેનું અપમાન તો તેઓએ કર્યું હતું. ખુદ તેમની સામે 3 કેસ થયેલા છે તેનાથી લોકોનું ધ્યાન બીજે દોરવા માંગે છે. એક બહેનનાં હાથમાંથી તો તેઓએ રાષ્ટ્રધ્વજ ઝૂંટવી લઇને તેમને બાઇક પરથી નીચે ઉતારી દીધા હતા. હકીકતે એને રાષ્ટ્રધ્વજનું અપમાન કહેવાય.

અજાબમાં તેઓએ શહીદનાં પોસ્ટરો ફાડ્યાં અને રાષ્ટ્રધ્વજનું અપમાન તો તેઓએ કર્યું : કેશોદ ધારાસભ્યનો વળતો પ્રહાર

આગેવાનોએ રેલીમાં છૂટા હાથે બાઈક ચલાવી હતી. તસવીર- મનિષ મહેતા

આગેવાનોએ છૂટા હાથે બાઈક ચલાવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો