તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Keshod
 • કેશોદમાં રૂ.11 લાખથી વધુનાં દારૂનાં જથ્થાનો બુલડોઝર ફેરવી કરાયો નાશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદમાં રૂ.11 લાખથી વધુનાં દારૂનાં જથ્થાનો બુલડોઝર ફેરવી કરાયો નાશ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ત્રણ વર્ષ દરમિયાન કેશોદ, શીલ, માંગરોળ - મરીન, માળિયામાંથી ઝડપાયો \\\'તો

છેલ્લાત્રણ વર્ષમાં કેશોદ પોલીસ સ્ટેશનમાંથી 1539, શીલમાંથી 544, માંગરોળમાંથી 986, મરીનમાંથી 279 અને માળિયામાંથી 788 બોટલ એમ કુલ રૂ.11,26,730ની કિંમતની 4136 દારૂની બોટલ પોલીસ દ્વારા કબજે કરાઇ હતી અને શુક્રવારે કેશોદનાં ભરડિયા વિસ્તારમાં દારુનાં જથ્થા પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન નાયબ કલેકટર, ડીવાયએસપી, નશાબંધી વિભાગનાં અધિકારી અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ ઉપસ્થિત રહયો હતો.

કેશોદનાં પ્રાંત અધિકારી મિતાબેન જોષી, ડીવાયએસપી વાઘેલા, પીઆઇ ટીલવા સહિતનાં અધિકારીની હાજરીમાં દારૂનાં જથ્થાનો નાશ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી.

દારૂનાં જથ્થા પર બુલડોઝર ફરી વળ્યું હતું. તસ્વીર-મનિષ મહેતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો