તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Keshod
  • વિસાવદર, માલીડા, કાજલીયાળા, કેશોદ, બાંટવામાંથી જુગારી ઝબ્બે

વિસાવદર, માલીડા, કાજલીયાળા, કેશોદ, બાંટવામાંથી જુગારી ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદર, માલીડા, કેશોદ, કાજલીયાળા, બાંટવામાં પોલીસે રેઇડ કરી 34 જુગારીને ઝડપી લઇ 1.68 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે તમામ શખ્સો વિરૂદ્ધ જુગારધારા અંતર્ગત ગુના નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ વિસાવદરમાં પીડબ્લ્યુઆઇ ઓફિસ પાછળ પીએસઆઇ પરમાર અને સ્ટાફે રેઇડ કરી જુગાર રમી રહેલા પ્રદિપ જયેશ ડાબસરા, નિલેશ ભુપત ડાબસરા, પારસ વિઠ્ઠલ સોલંકી, કાંતિ ધરમશી પંચોળી, પ્રકાશ પરસોત્તમ ચાવડા, રાજુ મોહન સાસકીયાને 8670, ભેંસાણનાં પીએસઆઇ બારસીયાએ માલીડામાં રેઇડ કરી ઉનળ અનુ ભાટી, ધીરૂ પથુ પંચાસરા, ધમેન્દ્ર ભનુ પીપળીયા, ટપુ બાવા સરવૈયા, મનુ દેવજી બદરા, હાજી નુરમહંમદ ઠેબા, પ્રતાપ મગન બલોલીયા, સલીમ હુસેન કોરેજા, અલ્તાફ સુલેમાન સમાને 25450, કેશોદ પોલીસે પ્રજાપતિધારમાં રેઇડ કરી બિપીન ઠાકરશી ગોહેલ, મુના બચુ મક્કા, રાજેશ સરમણ કરંગીયા, હિમાંશુ મહેશ મક્કા, વિજય રામચંદ્ર જેઠવાણીને 8310, વંથલી પોલીસે નાના કાજલીયાળામાં રેઇડ કરી શામજી રવજી ડાંક, જેન્તી ગોબર મકવાણા, રામજી પરબત વખેજા, ભીખા સામત વેગડાને 780, બાંટવા પોલીસે મૈયારી રોડ પર વાડી વિસ્તારમાં રેઇડ કરી તિર્થદાસ રામચંદ્ર સેજપાલ, રવિ સતિષ ભુપતાણી, હિરેશ અનિલ મશરૂ, દિલીપ દેવશી સોલંકી, કરણ ગોપાલ ઘેવરીયા, રાકેશ મહેશ રાયચુરા, સુરેશ ધનશ્યામ સેજપાલ, વિજય સતિષ ભુપતાણી, મિલન શાંતિલાલ પાલા, રણુ લાખા ડોડીયાને જુગાર રમતા ઝડપી લઇ 9 મોબાઇલ, ચાર બાઇક, સહિત 1,17,460નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ શખ્સો વિરૂદ્ઘ જુગારધારા અંતર્ગત ગુના નોંધ્યા હતા. પોલીસ દ્વારા જુગારીઓને પકડવામાં આવે છે પરંતુ પત્તા શોખીનો આવી રેઈડથી ડરતા નથી.

અન્ય સમાચારો પણ છે...