તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંગુઠો મારી મૃત માતાનાં નામે વીજ કનેકશન લીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનાં કરેણીમાં ભાઇની ભાઇ સામે ફરિયાદ

કેશોદનાંકરેણી ગામે એક શખ્સે વીજ કનેકશન મેળવવા માટે પોતાની મૃતક માતાનાં અંગુઠાઓ તેમજ ભાઇની સહીઓ કરી બોગસ સંમતિ પત્રક તૈયાર કરતાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.કેશોદ પંથકનાં કરેણી ગામે રહેતા નાગાભાઇ સોંદરવા નામના શખ્સે વશરામભાઇ સોંદરવા સાથેનાં સંયુકત કુવામાં વીજ કનેકશન મેળવવા માટે પોતાની માતા મરણ ગયેલ હોવા છતાં નાજાએ તેમના નામના ખોટા અંગુઠાઓ લગાવી અને વશરામ તેમજ સાહેદોનાં નામની ખોટી સહીઓ કરી બોગસ સહમતી પત્રક તૈયાર કરી જીઇબી ઓફિસમાં ખરા તરીકે ઉપયોગ કરી વીજ કનેકશન મેળવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગા ભાઈએ પોતાના ભાઈનાં સયુક્ત કુવામાં વીજ કનેકશન મેળવવા માટે ખોટી સહીઓ કરી સહમતી પત્ર તૈયાર કરી વીજ કચેરીને પણ અંધારામાં રાખી દેતા ભારે ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...