કેશોદમાં ભૂગર્ભ ગટર યોજના બનશે બેકાર

પાલિકા તંત્રની ઘોર બેદરકારી અને શહેરીજનોનાં અસહકારને કારણે સરકારનાં કરોડો રૂપિયા જશે પાણીમાં

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:06 AM
કેશોદમાં ભૂગર્ભ ગટર યોજના બનશે બેકાર
કેશોદમાં ભૂગર્ભ ગટર યોજનાને નગરપાલિકા દ્વારા લાંબા સમય સુધી ચલાવવાની થશે, જેમાં હાલ ઘોર બેદરકારી જોવા મળતા અને શહેરીજનો સહકાર ન આપતા સરકારના કરોડો રૂપિયા પાણીમાં વહી જશે.

કેશોદમાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ બનાવાયેલ મુખ્ય મેનહોલની સંખ્યા ૪,૮૪૪ છે, જ્યારે રહેઠાણને જોડતા મેનહોલ ૧૨,૩૦૦ છે. પાણી પુરવઠા બોર્ડ અને ગટરશાખા દ્વારા ઓક્ટોબર, ૨૦૧૭ માં આ ગટર નગરપાલીકાને સોંપણી કરી દેવાઇ છે. ૩ વર્ષ સુધી ગટરને સાફ કરવાની કામગીરી સિવાય તમામ કામગીરી નગરપાલિકાએ કરવાની થાય છે, જેમાં શહેરમાં મુખ્ય મેનહોલથી ગણતરી કરતા કુલ ૨૦૬.૮૭ કિમી લંબાઇની ગંદા પાણી કલેક્ટિંગ પાઇપ લાઇન નંખાઇ જેમાં ૨ મોટા પમ્પિંગ સ્ટેશન ઉભા કરાયા. એક પૂર્વ તરફના વિસ્તાર માટે રેલ્વે ફાટક પાસે કે જયાં ૬૫ હોર્સ પાવરના ૫ પંપ લગાવવામાં આવ્યા છે, જ્યારે બીજું પમ્પિંગ સ્ટેશન પશ્ચિમ કે જે સ્મશાનની બાજુમાં આવેલું છે જયાં ૭૫ હોર્સ પાવરના ૫ પંપ લગાવવામાં જેમાં ૩ ને કાર્યરત અને બાકીના ૨ ને સ્પેરમાં રાખવામાં આવે છે. હાલ આ બંન્ને પંમ્પિંગ સ્ટેશન રેગ્યુલર કાર્યરત નથી, જેનું મુખ્ય કારણ પાલિકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં નથી આવ્યા અને વોકડામાં પાણી છોડાય તો બાજુના મોવાણા ગામમાં ગટરનું પાણી જતાં કુવાના પાણી ખરાબ થાય, જેથી ચોમાસામાં ગંદુ પાણી વોકળામાં છોડી દેવાય છે. આમ નગરપાલિકા દ્વારા ઝડપથી ઉપલી કચેરી પાસેથી કામ લેવડાવી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન બનાવાય તો જ રેગ્યુલર પમ્પિંગ સ્ટેશન કાર્યરત થઇ શકે. ખરેખર જોવા જઇએ તો ભૂગર્ભ ગટર વરસાદી પાણીના નિકાલ માટે નથી પરંતુ રહેઠાણ ધારકો દ્વારા ઘરવપરાશના પાણી માટે છે, તેથી મેનહોલને વરસાદ સમયે ખોલી નાખવાથી મુશ્કેલીઓ સર્જાય છે. પાલિકા દ્વારા અણઆવડતના કારણે કોન્ટ્રાકટર દ્વારા રોડ બનાવતી વખતે બનાવેલ ગટરમાં ૨૦ ટકા જેટલુ નુકશાન પહોંચાડાયું છે, જેમાં ચીનાઇ માટીના પાઇપ તોડી નાખવા તેમજ મેનહોલ તોડી નાખવા જેવી નુકસાની કરવામાં આવી છે.

ભુગર્ભ ગટર યોજનાનાં કામમાં ઉતારાતી વેઠીયાવેઠ.તસવીર-પ્રવિણ કરંગીયા

ગટરશાખા દ્વારા કેવી વ્યવસ્થા ગોઠવાઈ છે

★એક નાના મેનહોલમાંથી કચરો કાઢવાનું વાહન, એક નાનું જેટિંગ મશીન, એક મોટું જેટિંગ કમ સકશનની સુવિધા કાર્યરત છે.

નગરપાલિકા અને શહેરીજનોની કેવી ભૂલો

★નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર બન્યા બાદ રોને વધુ ઉંડા ખોદવા જતા અનેક ચિનાઇ માટીના પાઇપ અને ચેમ્બરો તોડી પડાઇ અને ઢાંકણા ઢાંકવામાં ન આવ્યા લોકોએ વરસાદના પાણીના નિકાલ માટે ચેમ્બરના ઢાંકણા ખોલી નાંખ્યા જેમાં પ્લાસ્ટિક,માટી જેવો કચરો પણ નાખી દેવાયો ★પાલિકા દ્વારા ખુલ્લી ગટરના પાણીને જાળી વગર ભૂગર્ભમાં જવા દેવામાં આવે છે.

પશુપાલકો દ્વારા છાણ નાખવાથી ગટર બંધ થાય છે

પાણી પુરવઠા અને ગટરશાખાના ઇન્ચાર્જ નાયબ ઇજનેર મેવાડાભાઇએ જણાવ્યું કે જો લોકો અને પાલિકા જાગૃતતા દાખવશે તો જ તાંત્રિક રીતે ગટર યોજના શહેરીજનોના ઘરના ગંદા પાણી નિકાલ માટે સક્ષમ બનશે.

X
કેશોદમાં ભૂગર્ભ ગટર યોજના બનશે બેકાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App