તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગડુ ગામે બીએસએનએલની લેન્ડ લાઇન સેવા ઠપ્પ, હાલાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયાહાટીના પંથકનાં ગડુમાં બીએસએનએલની લેન્ડ લાઇન સેવા ઘણાં સમયથી બંધ હાલતમાં હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલીતકે કાર્યરત કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

માળિયાહાટીના પંથકમાં બીએસએનએલની સેવા કથળી ગઈ છે. ગડુથી ખેરા રોડ, શાન્તિ નગર અને કોલેજ રોડ તરફ જતી બીએસએનએલની લાઇનમાં છેલ્લા કેટલાક દિવસથી ફોલ્ટ જોવા મળી રહ્યો છે અને ગડુમાં લેન્ડ લાઇન સેવા ખોરવાઇ જતાં લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે. આ અંગે માળિયા તેમજ કેશોદ બીએસએનએલ કચેરીમાં ગ્રાહકોએ ફોલ્ટ લખાવ્યા છે. છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઇ જ કામગીરી કરવામાં આવી નથી. વહેલીતકે આ સેવા શરૂ કરવા માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...