• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Keshod
  • પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર 11 સદસ્યો કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર 11 સદસ્યો કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી પક્ષપલ્ટો કરનાર માળીયા હાટીના તાલુકા પંચાયતના 6 અને કેશોદ તાલુકા પંચાયતના 5 મળી કુલ 11 સદસ્યોને કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ માટે ગાંધીનગર સ્થિત વિકાસ કમિશ્નરની પણ દાદ માંગવામાં આવી છે. આ અંગે વિસાવદરના ધારાસભ્ય અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ હર્ષદભાઇ રિબડીયાના જણાવ્યા અનુસાર કેશોદ અને માળીયા હાટીનાની તાલુકા પંચાયતની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં વ્હીપ આપવામાં આવી હતી તેમ છતાં વ્હીપનો અનાદર કરી કોંગ્રેસના સિમ્બોલ પર ચૂ઼ંટાયેલા 11 સદસ્યોએ ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખનાં સમર્થનમાં મતદાન કરતા તેમેને 6 વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસપેન્ડ કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ થયેલામાં માળીયા હાટીના તાલુકા પંચાયતની સીટના વાછાણી હિરાબેન, સિસોદીયા ભાવનાબેન,લાડાણી આશિષભાઇ,લાખાણી માનસિંહ, રાજાણી સમજુભાઇ અને રમેશભાઇ મેર તેમજ કેશોદ તાલુકા પંચાયતની સીટના જીજ્ઞાશાબેન વાળા, ભરતભાઇ ખાંભલા, મંજુલાબેન કમાણી, પ્રભુદાસભાઇ હિરાણી અને ખીમાણંદભાઇ ઘુસર વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...