કેશોદનાં ખમીદાણામાં પરિણીતાને મારી નાંખવાની ધમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખમીદાણા ગામે પરિણીતાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ખમીદાણા ગામે જાગૃતિબેન હરીભાઇ પરમાર નામની પરિણીતાને પતિ હરી, સસરા રાણાભાઇ, સાસુ મધુબેન, જેઠ રમેશ, જેઠાણી પ્રભાબેન નજીવી બાબતમાં મેણાં ટોણાં મારતાં હતાં અને શારીરિક - માનસીક ત્રાસ આપી જાગૃતિબેનને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ સાસરીયાઓ વિરૂધ્ધ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...