તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાંડલાનાં સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવે એવી શક્યતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશાેદના હાંડલા ગામના રહેવાસી ગાેવિંદભાઇ મુળજીભાઇ વેગડાએ આરટીઆઇ હેઠળ માંગેલી માહિતીમાં સરપંચ વાલાભાઇ ભોજાભાઇ મહીડા દ્વારા પેશકદમી કરી હાેવાનું ખુલ્યું હતું. જેને લઇ પેશકદમી કરી હોવાનું તાલુકા વિકાસ અધિકારી દ્વારા સમર્થન કરતી નકલ જુનાગઢ ડીડીઓને રવાના કરી હતી. આ તમામ કાર્યવાહીને જોતા પંચાયતી ધારા હેઠળ સરપંચ ગેરલાયક ઠરશે એવું માનવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અરજદાર ગાેવિંદભાઇ મુળજીભાઇ વેગડાને મળેલ માહિતી આધારે સરપંચ વાલાભાઇ ભોજાભાઇ મહીડા વિરૂધ્ધ કલેકટરમાં રજુઆત કરાતા જીલ્લા પંચાયતે તાલુકા પંચાયત મારફતે તપાસના હુકમો થયાં હતાં. જેમાં સર્કલ અને તલાટીમંત્રીએ રોજકામ કરી કેશાેદ ટીડીઓને સુપ્રત કરાયા બાદ ટીડીઓ મારફતે ડીડીઓને નકલ રવાના કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, હાંડલા ગામના સરપંચ વાલાભાઇ દ્વારા નવા ગામ તળના સર્વે નં 143/1ના તા. પં. લેન્ડ 144માં સન 1984માં પડેલ પ્લાેટમાં ગેરકાયદેસર પેશકદમી કરતા સરપંચને ગેરલાયક ઠેરવી હાેદ્દા પરથી દુર કરવા માંગણી કરેલ છે. આ તમામ સરકારી કાર્યવાહી જાેતા પંચાયતી ધારા હેઠળ સરપંચ ગેરલાયક ઠરશે તેવું જાણવા મળી રહ્યું છે. પેશકદમીમાં સરપંચની ભુમિકા સામે આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

બંને પક્ષને સાંભળ્યા બાદ કાર્યવાહી: ડીડીઓ
આ બાબતે ડીડીએા પ્રવિણભાઇ ચાૈધરી સાથે ટેલિફાેનીક વાતમાં જણાવ્યું હતું કે, બંન્ને પક્ષને નાેટીસ ફટકારી, ખુલાસો લઇ બાદમાં કાયદેસર કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...