તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Keshod
  • આત્મદાહ કરનાર યુવાનનું સારવારમાં મોત, પરિવારનો લાશ સ્વીકારવા ઈન્કાર

આત્મદાહ કરનાર યુવાનનું સારવારમાં મોત, પરિવારનો લાશ સ્વીકારવા ઈન્કાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | જૂનાગઢ, માણાવદર

માણાવદરના કોઠારીયા ગામે રહેતા દલિત યુવાનને ગામના 4 શખ્સોએ જુગારની બાતમી કેમ આપી હોવાનું કહી માર માર્યો હતો. બાદ દલિત યુવાને અવારનવાર મારી નાખવાની ધમકી આપતા હતા. આથી યુવાને કંટાળી જઇ પોતાની શરીરે આગ ચાંપી સળગી જતા તાત્કાલીક સારવાર માટે જૂનાગઢ સિવીલ ખાતે ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. માણાવદર તાલુકાના કોઠારીયા ગામે રહેતા જગદિશભાઇ ભોજાભાઇ રાઠોડ નામના યુવાનનું સિવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જગદિશભાઇના મોતને લઇને હોસ્પિટલમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. યુવાનના મોતને લઇને દલિત સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારમાં કમાનાર એકના એક સભ્યનું મોત થતા વિવિધ માંગણીઅોને લઇને રજૂઆત કરવા કલેકટર કચેરી ખાતે દોડી ગયા હતા. જયાં જમીન, સહાય સહિતની માંગણીઓ રજૂ કરી હતી. પરંતુ કલેકટરે જમીન અંગે દરખાસ્ત ન આપતા પરિવારજનોમાં નારાજગી જોવા મળી હતી અને લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ બાદમાં કલેકટરે માંગણી સંતોષવા લેખીત ખાત્રી આપતા પરિવારજનોએ લાશ સ્વીકારી હતી.

કોઠારીયામાં યુવાનની સ્મશાન યાત્રા નિકળી.તસવીર-નિલેશ પાણખાણિયા

પરિવારજનોની કઈ કઈ માંગણી હતી
- 5 એકર જમીન

- યોજના સહિત 15 લાખ રૂપિયાની સહાય

- મરણજનાર યુવાનની પત્નીને વિધવા સહાય, નોકરી

- મરણજનાર યુવાનના બાળકને સીબીએસસીમાં અભ્યાસ

કોઠારીયામાં મૃતક યુવાનની દફનવિધી
કોઠારીયાનાં મૃતક યુવાનનો પાર્થિવદેહ ગુરુવારે સાંજે ગામમાં લવાયો હતો અને કેશોદનાં ડિવાયએસપી અને પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દફનવિધી કરાઈ હતી.ગામમાં કોઇ તંગદલી ન સર્જાય એ માટે પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

યુવાનનું મોત થતા પરિવાર નોંધારો થયો
જગદિશ તેમના માતા-પિતાનો એકનો એક દિકરો હતો અને તેમની પત્ની મુકબધીર હોવાનું જાણવા મળી રહ્યું છે. દોઢ વર્ષનો એક દિકરો છે. જગદિશભાઇના મોતને લઇને આભ તુટી પડ્યું છે અને ઘરમાં કોઇ કામનાર ન રહેતા પરિવાર નોધારો બની ગયો છે.

કલેકટરની ચેમ્બરમાં મૃતકના પિતા રડી પડ્યા
દલિત સમાજના આગેવાનો સાથે પરિવાર કલેકટર કચેરી ખાતે રજૂઆતો કરવા દોડી ગયા હતા અને રજૂઆતો દરમિયાન કલેકટરની ચેમ્બરમાં મૃતક યુવાનના પિતા ભોજાભાઇ રડી પડયા હતા. તસવીર-મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...