તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Keshod
  • સાેંદરડા ગામે ગાૈચરમાં ગેરકાયદેસર ખાેદી પેશકદમી કરાતાં માલધારી સમાજમાં રોષ

સાેંદરડા ગામે ગાૈચરમાં ગેરકાયદેસર ખાેદી પેશકદમી કરાતાં માલધારી સમાજમાં રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશાેદના સાેંદરડા ગામે રહેતા અનુ જન જાતિના માલધારી સમાજ દ્વારા ગામની ગાૈશાળા દ્વારા ગાૈચરની જમીનમાં ગેરકાયદેસર થતાં ખાેદકામ અને પેશકદમી બાબતે સરપંચને રજુઆત કરી આવેદનપત્ર આપ્યું હતું

કેશોદ પંથકનાં સાેંદરડા ગામની આથમણી બાજુ 1 કિમી દુર ગાૈચરની 40 વિઘા જેટલી જગ્યા સમતલ અને સલામત બચી છે. જેમાં ગામનાં માલધારી પશુધન ચારવા માટે આવે છે. પરંતુ પૂરૂષાેતમ લાલજી ગાૈશાળા દ્વારા ગોચરમાં ખાેદકામ કરી 5 વિઘા જેટલી જમીનમાં ગેરકાયદેસર પેશકદમી કરતાં માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઇ માલધારી સમાજના લોકોએ ગામના સરપંચને અમારી પાસે 350 માલઢોર છે તેને ચરાવવા ક્યાં જવા એમ કહી રજુઆત કરી આવેદન પાઠવ્યું હતું. આમ તો પૂરૂષાેતમ લાલજી ગાૈશાળા દ્વારા ગામની સહમતીથી 5 વિઘાની આસપાસ જમીન પર અગાઉ દબાણ કરાયું છે જે પંચાયતને ચોપડે પણ બોલે છે પરંતુ જયારે બીજા 5 વિઘા જમીનમાં દબાણ કરવામાં આવતા માલધારી સમાજે ગાૈશાળાને સંતાેષ રાખી અમારા માલઢાેર પણ અંતે જીવ છે તેમ કહી પેશકદમી ન કરવા અને ગાૈચર પર ખાેદકામ ન કરવા સરપંચને અરજી અાપી રોષ ઠાલવ્યો હતો. જેને લઇ ગામનાં સરપંચે પણ યાગ્ય ન્યાય માટે ઉચ્ચકક્ષાએ સરકારમાં રજૂઆત કરી ન્યાય આપવાની ખાત્રી આપી હતી.

સરપંચને આવેદન આપી રજૂઆત કરી.તસવીર-પ્રવિણ કરંગીયા

શું કહે છે ગામનાં સરપંચ?
સાેંદરડા ગામના સરપંચ સુરજભાઇ ચાવડાએ કહ્યું હતું કે ગાૈશાળા દ્વારા વધારાની નિરણ બહારગામ મોકલવામાં આવે છે તો પછી ગાૈશાળાએ સંતાેષ રાખવો જોઇએ અને જમીન પર પેશકદમી કરવી ન જોઇએ.

અન્ય સમાચારો પણ છે...