તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચ હજાર રૂપિયા ન આપતાં પૌત્રે દાદાને છરી ઝીંકી દીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
5 હજાર ન આપતાં પૌત્રે દાદાને છરી ઝીંકી લોહીલુહાણ કરી દેતા કેશોદ પોલીસે ફરિયાદ નોંધી હતી. જયારે માંગરોળનાં ભાથરોટમાં સરસામાન લેવા ગયેલા યુવાનને તેના પિતા-માતા અને ભાઇએ માર માર્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેશોદમાં લીમડા ચોક, કોળીવાડા ખડકી પાસે રહેતા વૃધ્ધ ભીમાભાઇ ભોજાભાઇ મહિડા (ઉ.વ.80) પાસે તેના પૌત્ર નિમીત રમેશભાઇએ 5 હજારની માંગણી કરેલ. પરંતુ દાદાએ પૈસા આપવાની ના પાડી દેતા નિમીતે ઉશ્કેરાઇ જઇ ભુંડી ગાળો બોલી છરીનો એક ઘા મારી ભીમાભાઇનાં ડાબા પગનાં સાથળનાં ભાગે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી એએસઆઇ સોજીત્રાએ આગળની તપાસ હાથ ધરી છે.

જયારે અન્ય એક બનાવમાં માંગરોળનાં ભાથરોટમાં રહેતા તેજાભાઇ સોલંકી (ઉ.વ.28) તેનો સરસામાન પિતા નારણભાઇનાં ઘરે લેવા જતાં નારણભાઇ, અરજણ નારણભાઇ અને નારણભાઇનાં પત્ની ઉશ્કેરાઇ જઇ ભુંડી ગાળો આપી ઢીકાપાટુ અને પાઇપથી માર મારી તેજાભાઇનાં જમણાહાથમાં મુંઢ ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં શીલ પોલીસે ફરિયાદ નોંધી હે.કો. કામળીયાએ આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...