વંથલીની ઓઝત નદીમાંથી રેતી ચોરી કરતાં બે ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીનીઓઝત નદીનાં પટ્ટમાંથી રેતી ચોરી કરતાં બે શખ્સોને પોલીસે ઝડપી લઇ ટ્રેકટર-ટ્રોલી સહિત 3.51 લાખનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વંથલીથી 3 કિમી દુર ઓઝત નદીનાં પટ્ટમાંથી રેતી ચોરી થતી હોવાની બાતમીનાં આધારે એએસઆઇ નાગોરી સહિતનાં સ્ટાફે અહીંયા રેઇડ કરતાં ટ્રેકટરમાં રેતીનું વહન થતું જોવા મળતાં કેશોદનાં રણજીત વાલ ધાના અને ટીટોડી ગામનાં નારણ કરશન પિઠીયાને ઝડપી લીધા હતા. ટ્રેકટરમાં ભરેલી 6 ટન રેતી, ટ્રેકટર-ટ્રોલી સહિત કુલ રૂ.3,51,800નો મુદામાલ કબજે કરી બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં માંગરોળનાં માનખેત્રા ગામે વણકરવાસમાં રહેતાં બાબુભાઇ માધાભાઇ ગોહેલે પિયુષ જેન્તી ગોહેલને હાથ ઉછીનાં પૈસા આપેલ અને તેની ઉઘરાણી કરતાં પિયુષે ઉશ્કેરાઇ જઇ લોખંડનો પાઇપ મારી દઇ બાબુભાઇને માથાનાં ભાગે ઇજા પહોંચાડી હતી. બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી હે.કો.પાઠકે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ટ્રેકટર સહિત 3.51 લાખનો મુદામાલ કબજે

અન્ય સમાચારો પણ છે...