તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદની ગ્રા.પં.ની ચૂંટણીમાં અધિકારીઓની થઈ નિમણૂંક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદતાલુકાની 20 ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીઓ યોજવાની છે. ચુંટણી અધિકારી અને નાયબ કલેકટર મીતાબેન જોષીએ દરેક ગ્રામ પંચાયતનાં ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારીઓની નિમણુંક આપતા આદેશ કર્યા છે.

કેશોદ મામલતદાર કચેરીમાં કેવદ્રા, સોંદરડા, ચર, રેવદ્રા, નુનારડા, બાલાગામ, ભાટ સીમરોલી, ફાગળી, બડોદર, મહંત સીમરોલી તથા તાલુકા પંચાયત કચેરીએ ખમીદાણા, મઢડા, ખીરસરા, રાણીંગપરા, અજાબ, મંગલપુર, માણેકવાડા, મધરવાડા ગ્રામ પંચાયતની ચુંટણી સબબ કામગીરી કરવાની કાર્યવાહીનું વિભાજન કરવામાં આવેલ છે. ગ્રામ પંચાયતનાં સભ્યોની ખાલી પડેલી ચાર બેઠકોમાં બડોદર, બાલાગામ, રેવદ્રામ, અજાબની પેટા ચુંટણી પણ સાથે યોજાનાર છે. ઇવીએમ મશીન યોજાનારી ચુંટણીમાં મતદારો 168 સદસ્યો તથા 20 સરપંચોની પસંદગી કરશે. મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા પુરતો પોલીસ બંદોબસ્ત સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી કેશોદ અને રાજય ચુંટણી આયોગનાં અધિકારી મીતાબેન જોષીએ મતદારોને પાયાની લોકશાહી વધુ મજબુત કરવા પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા અનુરોધ કર્યો છે. કેશોદ તાલુકાની 20 ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો પણ દોડતા થઈ ગયા છે.

20 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો