તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદમાં બંધ કરાવતી વખતે ટોળાં-વેપારી વચ્ચે ઝપાઝપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદશહેરમાં બપોરનાં સમયે બંધ કરાવતી વખતે વેપારીઓની ટોળા સાથે ઝપાઝપી થઇ હતી. પરંતુ પોલીસે ઇજાગ્રસ્ત વેપારીની ફરિયાદ સાંજ સુધી ફરિયાદ નોંધી નહોતી. પરિણામે વેપારીઓ તથા પાટીદાર આગેવાનો દ્વારા ભુખ હડતાલની ચિમકી અપાઇ હતી. આથી પોલીસતંત્ર સફાળુ જાગ્યું હતું. અને ટોળાનો ભોગ બનેલા વેપારીઓની ફરિયાદ નોંધવાનું શરૂ કર્યું હતું.

કેશોદનાં મહેન્દ્રસિંહજી ચોકનાં રસીકભાઇ અડોદરીયા નામના એક વેપારીએ લખાવેલી ફરિયાદ મુજબ, કેશોદમાં બંધ કરાવતી વખતે ટોળાંએ પોતાની ખુલ્લી દુકાનનાં ફર્નીચરને નુકસાન કર્યું હતું. ઉપરાંત ઝપાઝપીમાં રૂ. 8000 રોકડા તથા મોબાઇલ ગુમ થયો હતો. અને હાથમાં ઇજા પણ થઇ હતી. ચારચોક વિસ્તારનાં વેપારી દિપ હરેશભાઇએ એવી ફરિયાદ નોંધાવી હતી કે, ટોળાંએ કોમ્પ્યુટરને નુકસાન અને કાચ ફોડી નાંખ્યા હતા. કાચનાં ટુકડા ઉડતાં પોતાને ઇજા પણ થઇ હતી. અમૃતનગર વિસ્તારમાં આવેલા વેપારી અશ્વિનભાઇ ભુતની દુકાને ટોળાએ એક્રેલીકનાં સાઇનબોર્ડને તોડી પાડી નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે પથ્થરમારામાં તેમને ઇજા પહોંચી છે. કેશોદ પોલીસ દ્વારા બનાવમાં રાયોટીંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ આગળ ચલાવી છે. આજનાં બનાવો અંગે પાસનાં કન્વીનર ભરત લાડાણીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, પ્રજાનાં ચૂંટાયેલા પ્રતિનિધીઓ શહેરીજનો કે વેપારીઓની વ્હારે આવવા ડોકાયા પણ નહોતા. કેશોદ શહેરને ખુલ્લેઆમ લૂંટફાટ-મારપીટ કરીને બાનમાં લીધાની કપરી સ્થિતીમાં પ્રજાનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શાંતિની અપીલ પણ કરી નથી. ત્યારે પ્રજાનાં પ્રતિનિધીઓએ જાહેરમાં ખુલાસો કરવો જોઇએ. કેશોદ શહેરમાં દિવસભર અજંપાભરી સ્થિતી રહી હતી. બંધને પગલે નાના-નાના ફેરીયાઓને, ચા-પાનની કેબીનોવાળાને પણ ફરજીયાત બંધમાં જોડાવવા મજબૂર કરાતાં શહેરીજનોને આવશ્યક વસ્તુઓ મેળવવામાં પણ પરેશાની વેઠવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો