કેશોદમાં વરસાદે તંત્રની પોલ ખોલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંબાવાડીમાંદિવસ ભર ટ્રાફિક જામ જોવા મળે છે અને તંત્ર દ્વારા ગટરનાં કોઇ કામ બાબતે રસ્તા પર આડેધડ ખોદકામ કરી નાંખવામાં આવ્યું હતું અને લાંબા સમય સુધી નવિનીકરણ કરાયું નહતું અને અંતે વેપારીઓમાં આંદોલન બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું અને રાતોરાત ડામર રોડ બનાવી નાંખ્યો હતો. રવિવારે વરસાદમાં આંબાવાડીનાં કેટલાક વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયાં હતાં અને તંત્રએ કરેલા કામની પોલ છતી થઇ ગઇ હતી. રોડમાં ખોદકામ બાદ સિમેન્ટથી થીગડા મારવાના બદલે ડામરથી થીગડા મારી દેવાયાં છે.

અન્ય સમાચારો પણ છે...