• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Keshod
  • બજારભાવ 3000, ટેકાનો 4400 હોય, ચણા જૂનાગઢ યાર્ડમાં વેચવા ખેડૂતોની ભીડ

બજારભાવ 3000, ટેકાનો 4400 હોય, ચણા જૂનાગઢ યાર્ડમાં વેચવા ખેડૂતોની ભીડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે ચણાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. સાથો સાથ આ વર્ષે બજાર ભાવ કરતા સરકારી ટેકાના ભાવ ઉંચા રહ્યા હોય જૂનાગઢના દોલતપરા સ્થિત માર્કેટીંગ યાર્ડમાં ચણા વેચવા માટે ખેડૂતોની ભીડ ઉમટી છે.આ અંગે મોટી ઘણેજ સેવા સહકારી મંડળીના ખુશાલભાઇ જેઠવાના જણાવ્યાનુસાર ગુજકો માસોલ દ્વારા ચણાની ખરીદી કરવામાં આવી રહી છે.

જૂનાગઢ જિલ્લામાં માળીયા, કેશોદ અને જૂનાગઢ ખાતે કેન્દ્ર મંજૂર થયા છે. જેમાંથી માળીયા ખાતે અગાઉ ખરીદી ચાલુ હતી પરંતુ હાલ ખરીદી બંધ છે. હાલ જૂનાગઢ અને કેશોદ ખાતે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. 31 મે થી જૂનાગઢ યાર્ડમાં ચણાની ખરીદી શરૂ કરી છે જેમાં 50 કિલોની એક અેવી અંદાજીત 3000 બોરીની ખરીદી કરવામાં આવી છે.બજારમાં ચણાના ભાવ ક્વિન્ટલના 3000 છે જયારે સરકારે ટેકાના ભાવ 4400 કર્યા છે પરિણામે ટેકાના ભાવે ચણા વેચવા માટે ખેડૂતો યાર્ડમાં ઉમટી રહ્યા છે.

કયા આધાર પૂરાવા માન્ય ગણાય છે ?:
જે ખેડૂત ટેકાના ભાવે ચણા વેંચવા માંગતા હોય તેની પાસેથી સરકારી નિયમ મુજબના આધાર પૂરાવા માંગવામાં આવે છે અને તેના આધારે ખરીદી કરવામાં આવે છે. જેમાં 7/12 - 8/અની તાજી નકલ, નમુનો નંબર 12/ પાણી પત્રક તલાટીના સહિ સિક્કાવાળો, બેન્ક પાસબુકની ઝેરોક્ષ, બેન્ક ખાતાનો કેન્સલ કરેલો ચેક - 1 અને આધાર કાર્ડ ફરજીયાત છે.

બારદાનની શું સ્થિતી છે ?
અગાઉ મગફળી ખરીદી વખતે થોડા દિવસમાં જ ખરીદી બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે એવું બહાનું આગળ ધરાયું હતું કે બારદાન ન હોવાના કારણે ખરીદી બંધ છે. આ વખતે ખેડૂતોને આવી હાલાકી ન થાય તે માટે ગુજકો માસોલ દ્વારા કલક્ત્તાથી 15000 બારદાન આપવામાં આવ્યા છે. બાકી દરરોજ ઇ - મેઇલ દ્વારા બારદાનની વિગતો મોકલી દેવામાં આવે છે જેથી બારદાનની શોર્ટેજ ન રહે.

અન્ય સમાચારો પણ છે...