તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદમાં અડધો ઇંચ, જૂનાગઢ સહિત જિલ્લામાં ઝાપટાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે. તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં શનિવારે વરસાદી માહોલ રહ્યો હતો. કેશોદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે જૂનાગઢ સહિત જિલ્લાનાં અન્ય તાલુકામાં દિવસભર વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જૂનાગઢ શહેરમાં બપોર બાદ તડકો નિકળ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં જુલાઇ મહિનામાં વરસાદ પડ્યો હતો. ઓગસ્ટની શરૂઆત થતા વરસાદ બંઘ પડી ગયો હતો. અડધો ઓગસ્ટ માસ કોરો ગયો છે. પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે. જિલ્લામાં છુટાછવાયેલા ઝાપટાં પડી રહ્યાં છે.

શનિવારે કેશોદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. કેશોદમાં પડેલા વરસાદનાં પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં એક મીમી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢમાં બપોર સુધી ઝાપટાં પડ્યાં હતાં અને બપોર બાદ તડકો નિકળ્યો હતો. જૂનાગઢ જિલ્લાનાં માંગરોળમાં 9 મીમી, વિસાવદરમાં 5 મીમી, મેંદરડામાં 3 મીમી અને માળિયામાં 5 મીમી વરસાદ નોંધાયો હતો.

કેશોદમાં પડેલા વરસાદનાં પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...