તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી 23મીએ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી માર્કેટીંગ યાર્ડની ચૂંટણી આગામી 23 ઓગષ્ટે યોજાશે. ચૂંટણી પૂર્વેની તમામ પ્રક્રિયા પુર્ણ થઇ છે અને ખેડુત વિભાગ, સહકારી સંઘ તેમજ વેપારી વિભાગમાંથી કુલ 36 ફોર્મ ભરાયાં હતાં. જેમાંથી વેપારી વિભાગનાં 4 ઉમેદવારો બિનહરીફ થયાં છે અને 11 ફોર્મ પરત ખેંચાતાં હવે 21 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. 24મીએ પરિણામ જાહેર થશે. આ જંગમાં બાઘુભાઇ વેગડ અને પુંજાભાઇ બોદર એમ બે પેનલોનાં 10-10 ઉમેદવારો તેમજ 1 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડશે.

અન્ય સમાચારો પણ છે...