કેશોદ પાસનાં કાર્યકરોની અટકાયત થવાની સંભાવનાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી રૂપાણીનાં કાર્યક્રમને લઇ

તાજેતરમાંઅમીતશાહના કાફલા ઉપર ઇંડાનાં ઘા કરનાર પાસનાં કાર્યકરોનાં પડઘા સમગ્ર દેશમાં પડયાં હતાં. ત્યારે તા.11 અને 12નાં રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કેશોદ પંથકમાં બે દિવસના કાર્યક્રમમાં પાસ દ્વારા કોઇ અનિચ્છનીય ઘટના ઘટે તેની સાવચેતીના પગલા રૂપે ઉપરી અધિકારીની સુચના મુજબ કેશોદ પોલીસ દસ જેટલા કાર્યકરોને કાર્યક્રમ પુર્ણ થયા સુધી નજર બંધ કરવાની હીલચાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ હોવાનું આધાર ભુત સુત્રોમાંથી જાણવા મળેલ છે.

પાસ સમિતીના સુત્રોમાંથી જાણવા મળેલ કે કોઇ કારણ વગર અમારી અટકાયત કે નજર કેદ કરવાના પગલા ભરવામાં આવશે તો તેના પરિણામ રૂપે કોઇ અનિચ્છનીય બનાવ બનશે તેની સંપુર્ણ જવાબદારી સરકારની રહેશે. અમિતશાહની ઘટનાથી કેશોદ પાસ સમિતીનાં કાર્યક્રમોને લઇ સમગ્ર રાજયની પોલીસ તથા ભાજપ પક્ષમાં ફફડાટ વ્યાપી ગયો જોવા મળી રહેલ છે અને સીએમનાં કાર્યક્રમને લઇ સાવચેતી રાખી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...