તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરગઢ, અવાણીયા, ગાંગેચામાં ભારે પવન સાથે 1 ઇંચ વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદ ખેંચાતા મગફળી, કપાસનો પાક સુકાવા લાગ્યો હતો અને ખેડુતો ચિંતીત બન્યાં છે. કુવા બોરમાંથી પાણી આપી પાકને બચાવવાનાં પ્રયાસો કરી રહયાં છે. ત્યારે જ શુક્રવારે અસહય ઉકળાટ બાદ કેશોદનાં શેરગઢ, માળિયાનાં અવાણીયા તેમજ ગાંગેચામાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો ચઢી આવ્યાં બાદ ભારે પવન સાથે વરસાદ તુટી પડયો હતો. અને 1 ઇંચ સુધી વરસાદ પડી ગયો છે. જેથી પાકને જીવનદાન મળ્યું છે. જોકે જે ખેડુતોએ આગોતરૂ મગફળીનું વાવેતર કર્યુ હતું. તેમનો પાક ખેતરોમાં પડયો છે. જેમને નુકસાન પહોંચ્યું છે.

અન્ય સમાચારો પણ છે...