તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદમાં એપાર્ટમેન્ટનો એક બ્લોક બે વખત વેંચી નાંખ્યો !

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાં એકને એક બ્લોક બે વખત વેચી નખાયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેશોદનાં રહેતાં શોભનાબેન કિશોરભાઇ બોરીયા નામની મહિલાએ નગરપાલિકાની હદમાં આવેલ સર્વે નં.731/1 ઉન્નતી પેલેસનાં ત્રીજા માળે બ્લોક નં.302 નરોતમભાઇ મોહનભાઇ ઠુંબર તેમજ વનીતાબેન ઠુંબરનાં કુલમુખત્યાર દરરજે હેતલબેન ઠુંબર પાસેથી 1 જાન્યુઆરી 2018નાં રોજ ખરીદ્યું હતું અને થોડા સમય પહેલા શોભનાબેનને આ બ્લોક અન્યને વેચી નખાયો હોવાની જાણ થતાં તેમણે હેતલ ઠુંબરનો સંપર્ક સાધવાનાં પ્રયત્ન કર્યા હતાં. છતાં તે ન મળતાં અંતે શોભનાબેને પોલીસમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાની લેખીત ફરિયાદ કરી છે. જેથી પોલીસે સબ રજીસ્ટ્રાર કચેરીએ જઇ દસ્તાવેજી પુરાવાઓ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

શું કહે છે અધિકારી ?
કેશોદનાં સબ રજીસ્ટ્રાર પી.કે.હદવાણીએ જણાવ્યું હતું કે અગાઉનું રેકડ અમારી પાસે ઉપલબ્ધ ન હોવાથી અને નવા દસ્તાવેજમાં તેનો ઉલ્લેખ ન કરવાનો થતો હોવાથી બીજી વખત વેચાણનો દસ્તાવેજ થયો છે. પોલીસે અમારી પાસેથી કાગળો મંગાવ્યા છે. પરંતુ અમારે કોઇ કાર્યવાહી કરવાની થતી નથી.

અન્ય સમાચારો પણ છે...