• Home
  • Saurashtra
  • Junagadh District
  • Keshod
  • Keshod - મતદારયાદીની ખાસ ઝુંબેશનાં દિવસે નવા નામ ઉમેરવા 5361 ફોર્મ ભરાયા

મતદારયાદીની ખાસ ઝુંબેશનાં દિવસે નવા નામ ઉમેરવા 5361 ફોર્મ ભરાયા

ફોટો વાળી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી 4 જાન્યુઆરી 2019નાં કરવામાં આવશે જૂનાગઢમાં આટલા ફોર્મ ભરાયા | જૂનાગઢ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:35 AM
Keshod - મતદારયાદીની ખાસ ઝુંબેશનાં દિવસે નવા નામ ઉમેરવા 5361 ફોર્મ ભરાયા
જૂનાગઢ જિલ્લાનાં તમામ મતદારો માટે ભારતનાં ચુંટણીપંચની માર્ગદર્શીકા મુજબ 1લી જાન્યુઆરી ૨૦૧૮ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાનાં તમામ ૧૩૮૬ મતદાન મથક ઉપર બી.એલ.ઓ ખાસ ઝુંબેશ દરમ્યાન ઉપસ્થિત રહેશે. અને 1 સપ્ટેમ્બર2018 થી 15 ઓક્ટોબર 2018 દરમિયાન મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકાર અને મામલતદાર કચેરી ખાતે મતદારોએ પોતાના નામની નોંધણી, કમી, કે સુધારો કરવા માટે સંબંધિત ફોર્મ ભર્યા હતાં.જેમાં ફોટો વાળી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી 4 જાન્યુઆરી 2019નાં રોજ કરવામાં આવશે. જોકે પ્રથમ રાઉન્ડમાં ખાસ ઝુંબેશ હેઠળ 5361 ફોર્મ ભરવામાં આવ્યા હતાં.

X
Keshod - મતદારયાદીની ખાસ ઝુંબેશનાં દિવસે નવા નામ ઉમેરવા 5361 ફોર્મ ભરાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App