કેશોદ મામલતદાર કચેરીએ 3 વર્ષથી ગામતળ નોંધ થતી નથી

વારસાઇ નોંધ, નામ કમી, હક્ક કમી, વેચાણ નોંધ ન થતાં 2000 અરજદારો લટકી પડ્યાં

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:35 AM
Keshod - કેશોદ મામલતદાર કચેરીએ 3 વર્ષથી ગામતળ નોંધ થતી નથી
કેશોદ મામલતદાર કચેરી દ્વારા શહેર તેમજ ગામડાની ગામતળની નોંધ પાડવામાં આવતી નથી. ખાસ કરીને અરજદારોને વારસાઇ નોંધ, નામ કમી કરવું, હક્ક કમી કરવો, વેંચાણ નોંધ તેમજ વહેંચણી નોંધ સંબંધિત નોંધ નથી પાડવામાં આવતી. જેનાં કારણે 3 વર્ષથી 2000 કરતાં વધુ અરજદારોમાં રોષ છવાયો છે. જોકે, આસપાસનાં વંથલી, માળિયા તેમજ માંગરોળમાં આવી કામગિરી થાય જ છે. એ કયા કારણોસર પાડવામાં આવે છે અને કેશોદની કયા કારણોસર નથી પડાતી એવા સવાલો દસ્તાવેજો લખનારા વેન્ડરો તેમજ અરજદારો ઉઠાવી રહ્યા છે. આ બાબતને લઇને જુદા જુદા અરજદારો આરટીઆઇ તેમજ અરજી દ્વારા નોંધ ન પાડવા બાબતે માહિતી માંગી રહ્યા છે. આ બાબતે વેન્ડરોના વધુ પડતા વિરોધનાં કારણે મામલતદાર કચેરીએ એજન્ટ પ્રથા બંધ હોવાનાં બોર્ડ લગાવી ડાયરેક્ટ અરજદારને નોંધ બાબતે બોલાવવામાં આવે છે.

સોફ્ટવેરમાં ખૂટતી માહિતી નથી : મામલતદાર

મામલતદાર અેલ. આર. ચૌધરીનાં કહેવા મુજબ, સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ તેમજ પ્રોપર્ટી વિભાગ અલગ કરવાનાં ભાગ રૂપે એસએલઆરમાં સાહિત્ય માેકલવામાં આવ્યું છે. જ્યારે અમારી પાસે નોંધ બાબતે જે સોફ્ટવેર છે તેમાં ખૂટતી માહિતી અમારી પાસે નથી. જેનાં કારણે નોંધ નથી પડતી. અન્ય જગ્યાએ નોંધ પડે કે કેમ તે બાબતની પોતાને જાણકારી ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સાથે કેશોદ તાલુકાના ગામતળની નોંધ પડે તે માટે તલાટીને જવાબદારી આપતો હુકમ કરીશું એમ પણ તેમણે જણાવ્યું હતું.

જમીન-પ્રોપર્ટી વિભાગ અલગ કરવાનું કામ ચાલુ છે

સરકાર દ્વારા જમીન અને પ્રોપર્ટી એમ બંને વિભાગ અલગ કરવાની કાર્યવાહી ચાલુ છે. અને પ્રોપર્ટી સંબંધિત કાગળો સિટી સર્વેમાં છે. આથી સીટીમાં નોંધ પાડવાના સાેફટવેરમાં ખૂટતી માહિતી નથી. અને અન્ય માહિતી લેતું નથી.

X
Keshod - કેશોદ મામલતદાર કચેરીએ 3 વર્ષથી ગામતળ નોંધ થતી નથી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App