તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Keshod
  • બાલાગામની એસબીઆઇમાં ઉચાપત પ્રકરણમાં અંતે 5 ખેડુતોને રકમ ચૂકવાઇ

બાલાગામની એસબીઆઇમાં ઉચાપત પ્રકરણમાં અંતે 5 ખેડુતોને રકમ ચૂકવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશાેદના બાલાગામની એસબીઆઇ બ્રાંચમાં આઠ મહિના પહેલા અરશીભાઇ સઇડા દ્વારા તેમના પિતા લખમણભાઇ મેરામણભાઇ સઇડા ખાતામાંથી 1 લાખની ઉચાપત થયાનાે ખ્યાલ આવતા બેંકમાં ફરિયાદ કરી હતી અને ત્યારબાદ ઉચાપતનાે આંકડાે વધતાે ગયાે. જેમાં બેંક મેનેજર સુધીર જાદવ દ્વારા કેશાેદ પાેલીસમાં કેશીયર સુભાષચંદ્ર વિરૂધ્ધ ફરિયાદ થઇ હતી આ આંકડાે ધીરે ધીરે 57 અરજીઓ સાથે 84 લાખ સુધી પહાેંચ્યાે એલસીબીને તપાસ સાેંપાઇ પરંતુ આરાેપી પાેલીસના હાથમાં ન આવ્યાે. આ અંગેના અહેવાલ દિવ્ય ભાસ્કરે પ્રસિધ્ધ થયાં હતાં અંતે ખાતાધારકાેએ અરજીમાં બતાવેલ રકમ ચુકવવાનું શરૂ કરી દીધું હતું પ્રથમ 3 બાલાગામ અને 2 અખાેદર ગામના ખેડુતાેને ઉચાપત થયેલ રકમ ચુકવાઇ હતી જેમાં વ્યાજનાે સમાવેશ થતાે નથી અને વળી તપાસ બાદ ઉચાપત ન થઇ હાેય તેવા ગ્રાહકાે પાસેથી પૈસા પરત લેવાશે અને સાચા ઉચાપત થયેલા ખાતા ધારકાેને વ્યાજ ચુકવાશેે તેમજ રકમની ચુકવણી શરૂ થતાં સરપંચ સુખદેવસિંહ ચાવડા અને ખેડુતોમાં રાહતની લાગણી પ્રસરી છે. હજુ અન્ય ખેડુતોને પણ રકમ ચુકવાશે.

ભાસ્કર ઇમ્પેકટ
આ અંગેનાં અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયાં હતાં. તસ્વીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...