તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Keshod
  • જૂનાગઢ જિલ્લાનાં કેશોદ, માંગરોળ અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો

જૂનાગઢ જિલ્લાનાં કેશોદ, માંગરોળ અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લામાં રવિવારે કેશોદ, માંગરોળ, વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.જયારે જિલ્લાનાં અન્ય તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ બન્યો છે. પરંતુ નોંધનીય વરસાદ પડતો નથી. જૂનાગઢ જિલ્લામાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લાનાં ખેડૂતો સારા વરસાદની આશા રાખી રહ્યાં છે. રવિવારે જૂનાગઢ જિલ્લાનાં ભેંસાણને બાદ કરતા સર્વત્ર વરસાદ પડ્યો હતો,જેમા કેશોદ, માંગરોળ અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે જૂનાગઢમાં છ મીમી, માળિયામાં 8 મીમી, માણાવદરમાં બે મીમી, મેંદરડામાં 3 મીમી અને વંથલીમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.જૂનાગઢ શહેરમાં દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો અને દિવસભર વરસાદી ઝાપટાં પડતા રહ્યાં હતાં. વરસાદી માહોલનાં કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જૂનાગઢમાં વરસાદી ઝાપટાં કારણે ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.

અ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ડોળાસામાં 15 મીમી તેમજ ધામળેજ પંથકમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...