તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલ્યાણપુરમાં જંતુનાશક દવાની અસરથી મગફળીનો અડધો પાક બળી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાના કલ્યાણપુરમાં જંતુનાશક દવાઓ તેમજ ખાતરનું વહેંચાણ કરતા વિક્રેતાઓ ખેડુતોને એક્સપાયરી ડેટનું બિયારણ તેમજ નકલી દવાઓ પધરાવતા હોવાના બનાવો બહાર આવી રહ્યાં છે.તાજેતરમાં જ કલ્યાણપુરના પાંચ ખેડુતોને એગ્રો સેન્ટર દ્વારા એક્સપાયરી ડેટનું બિયારણ પધરાવી દિધાનો બનાવ બહાર આવ્યો હતો.ત્યારે ફરી એક વખત ભાટિયાના મહિલા ખેુડતને મગફળીમાં વાવેતર સમયે જંતુનાશક દવા માટે ભેળવવાની નકલી (બિનઉપયોગી) દવા પધરાવી દેતા 50 ટકા જેટલો મગફળીના પાકનો વિનાશ થયો છે.જે અંગેની ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવતા જિલ્લા ખેતીવાડી ટીમ દ્વારા સર્વે કરીને નેગેટીવ રિપોર્ટ તૈયાર કરાયો છે. પરિણામે એગ્રી સેન્ટરના વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ભાટીયા ગામમા રહેતા જીવીબેન ધ્રેવાડા નામના મહિલા ખેડુતે 30 વિઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું.વાવેતર વેળાએ મગફળીના પાકમાં મુંડાનો રોગ ન આવે તેમજ ઉતારો ન થાય તે માટે જંતુનાશક દવા મિક્સ કરીને વાવણી કરી હતી.જે દવા ભાટિયાના બસ સ્ટોપ નજીક આવેલ શ્રીજી કૃષિ વિકાસ કેન્દ્ર નામની જંતુનાશક એગ્રો સેન્ટરમાંથી ખરીદી કરી હતી.અને 30 વિઘામાં 46 મણ મગફળીનું વાવેતર કર્યું હતું.બાદમાં દવાની આડઅસર (બિનઉપયોગી) દવાથી હાલ 50 ટકા મગફળીનો પાક નિષ્ફળ ગયો છે.જે અંગે મહિલા ખેડુતે એગ્રો સેન્ટર સામે તેમજ દવાની કંપની સામે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરી છે.

દવાની અસર થવાના બદલે આડ અસર થઇ છે
ભાટિયાના ખેડૂત અરજદાર જીવીબેન ધ્રેવાડાએ જણાવ્યું હતું કે,પાકમાં રોગ ન આવે તે માટે એગ્રોમાંથી મોંઘાભાવની દવા ખરીદવામાં આવી હતી.જે દવાની આડઅસર થતા મોટાભાગનો પાક બળી ગયો છે.જેથી ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવામાં આવી છે.અને કાયદા મુજબ ન્યાયની માંગ કરી છે. જીવીબેન ધ્રેવાડા, ખેડૂત અરજદાર

કોર્ટમાં મામલો બહાર આવશે

ખેડુતની ગ્રાહક સુરક્ષામાં ફરિયાદના આધારે સાઇન્ટીસની કમીટીને સાથે રાખીને ખેતરમાં જઇને પંચરોજકામ કરાયું છે, પરંતુ દવાની આડઅસર છે કે નહી તે ચિત્ર કોર્ટમાં કેસ ચાલ્યા બાદ સ્પષ્ટ થશે.

સુકારો-ફુગથી મગફળી સૂકાઇ ગઇ
ઉપરોકત ખેડુતની મગફળીમા ફુગ અને સુકારો જેવા રોગોની હાજરી જોવા મળી રહી છે.તેમણે જો જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો હતો તો દવાની અસર થઈ નથી. ડો. ડી. એલ. કડવાણી, વૈજ્ઞાનિક સંશોધક

અન્ય સમાચારો પણ છે...