• Home
  • Saurashtra
  • Jamnagar District
  • Jodia
  • જોડિયામાં બિસમાર રસ્તા ખેડૂતોએ સ્વખર્ચે રિપેર કર્યા બાદ પંચાયત જાગી અને નવા CC રોડનું કામ શરૂ કર્યું

જોડિયામાં બિસમાર રસ્તા ખેડૂતોએ સ્વખર્ચે રિપેર કર્યા બાદ પંચાયત જાગી અને નવા CC રોડનું કામ શરૂ કર્યું

ખેડૂતે સ્વખર્ચે કામ કર્યું, જશ ખાટવા પંચાયતે ફરી કામ શરૂ કર્યું

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:05 AM
જોડિયામાં બિસમાર રસ્તા ખેડૂતોએ સ્વખર્ચે રિપેર કર્યા બાદ પંચાયત જાગી અને નવા CC રોડનું કામ શરૂ કર્યું
જોડિયામાં રાજાશાહી બાદ પંચાયતીરાજમાં શહેરીજનો પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યા છે. શહેરમાં અનેક સમસ્યાઓની ભરમાર જોવા મળી રહી છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

જોડિયામાં માત્ર બે ઇંચ વરસાદ પડતા પહેલા રાઉન્ડમાં જ શહેરના ચારધામથી ગીતામંદિર સુધીના રસ્તાની હાલત અતિ બિસમાર બની હતી અને ખેડુતોને તેમજ ઉપરવાસના ગ્રામજનોને પસાર થવામાં ભારે હાલાકી પડી રહી હતી અને આ મહત્વના રસ્તાનું કામ પંચાયત દ્વારા રિપેરિંગ કામ હાથ ધરવામાં ન આવતા આખરે ખેડુતોએ સ્વખર્ચે કામ કરીને રસ્તાનું સમારકામ કર્યું હતું. ચારધામથી ગીતામંદિર સુધીનો રસ્તો ખેડુતોને ખેતરે જવા માટેનો મહત્વનો રસ્તો હતો.

છતાં પણ પંચાયત દ્વારા દિવસો સુધી રસ્તાને રિપેરિંગ કામ કરવાનું મનમાં પણ ન આવતા ખેડુતોએ ભંડોળ એકઠુ કરીને સ્વખર્ચે રસ્તો બનાવ્યો હતો.અને પંચાયતે ભોઠપ અનુભવી હતીખેડુતોએ સ્વખર્ચે રસ્તો બનાવતા પંચાયત માટે શરમજનક બાબત બની હતી.અને પાછળથી ભાન આવતા ચારધામથી ગીતામંદિર સુધીના રસ્તાને સીસીરોડ બનાવવા કામગીરી હાથ ધરી છે.પરંતુ તેમા પણ વરસાદી પાણી તેમજ ગટરના પાણીની નિકાલની કોઇ વ્યવસ્થા ગોઠવવામાં ન આવતા પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

X
જોડિયામાં બિસમાર રસ્તા ખેડૂતોએ સ્વખર્ચે રિપેર કર્યા બાદ પંચાયત જાગી અને નવા CC રોડનું કામ શરૂ કર્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App