ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હડિયાણા : જોડીયા તાલુકાના બાદનપર ગામમાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત લોકજાગૃતિ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર ડો. જે.ડી. નડીયાપરાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડીયાણાના સ્ટાફ દ્વારા સરપંચની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતાો. ટીએચઓ ડો. નડીયાપરા, સરપંચ હરીભાઈ ભીમાણીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું અને પ્રા. આ. કેન્દ્રના આરોગ્ય સ્ટાફે જનજાગૃતિ અર્થે વિવિધ કૃતિઓ રજુ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ, તલાટી-કમ-મંત્રી, શિક્ષકો, આંગણવાડી કાર્યકર બહેનો, આશાવર્કરો, ગામલોકોએ જહેમત ઉઠાવી હતી અને જોડીયા તાલુકાના દરેક ગામોમાં 9 મહિનાથી 15 વર્ષના તમામ બાળકોને રસીકરણ કરી ઓરી-રૂબેલાના રોગથી સુરક્ષિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...