રતાંધળાના રોગથી પીડાતા 2 જોડિયા ભાઇએ ફાંસો ખાધો

બંનેને આંખે ઓછુ દેખાતું હતું, મોટાભાઇની સાથે રહેતા હતા

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:31 AM
Jodia - રતાંધળાના રોગથી પીડાતા 2 જોડિયા ભાઇએ ફાંસો ખાધો
વેરાવળમાં રહેતા અને આંખમાં રતાંધળાનાં રોગથી પીડાતા બે જોડીયા ભાઇઓએ સાથે ગળાફાંસો ખાઇ જીવનને ટુંકાવી લેતા ચકચાર પ્રસરી હતી. બંનેને ઓછું દેખાતું હતું અને મોટાભાઇની સાથે રહેતા હતાં. આ બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વેરાવળમાં સોમનાથ રોડ પર ભાલકા હાઉસીંગ સોસાયટીમાં રહેતા બે સગા જોડીયા ભાઇ આસીફ અને સીદીક રતાંધળાની બીમારીથી પીડાતા હોય અને આંખે ઓછું દેખાતું હોય બંનેએ પંખાનાં હુકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાં હતાં. આ ઘટનામાં પરિવારજનોની વાત માનીએ તો બંને જોડીયા હોય અને બંનેની ઉંમર 25 વર્ષની તેમજ આંખે ઓછું દેખાતું હોય રતાંધળાપણાની બીમારીથી પીડાતા હતાં. આસીફ કોલ્ડ્રીંકસની દુકાનમાં નોકરી કરતો હોય આંખની બીમારીથી બપોરનાં 3 થી 4 ની વચ્ચે ઘરે પરત આવી જતો. જયારે સીદીક ઘરે જ રહેતો. મોટાભાઇ ઇમ્તીયાઝ બંનેને સાચવતો હતો. બંને શનિવારે મોડી સાંજે જમી રૂમમાં સુવા જતાં રહેલ. રવિવારે સવારે રૂમમાંથી બહાર ન નિકળતાં પરિવારનાં સભ્યોએ દરવાજો ખટખટાવતાં કોઇ જવાબ ન મળતાં ફોન કરી ઇમ્તીયાઝભાઇ બચુભાઇ શેખને બોલાવી લીધેલ અને બારીમાંથી નજર કરતાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં હેબતાઇ ગયા હતાં.

આ ઘટનાને પગલે એલસીબીનાં પીઆઇ બી.બી. કોલી દોડી આવી તમામ પાસાઓને ધ્યાને લઇ આગળની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બંનેએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું જણાય છે. બંને ભાઇ કોઇ કામધંધો કરતા ન હોય તેના મોટાભાઇ બંનેનું ભરણપોષણ કરતાં હતાં અને આ બનાવમાં એફએસએલ ટીમની મદદ લેવાઇ છે એમ ડિવાયએસપી જગદીશ ચાવડાએ જણાવ્યું હતું. ઇમ્તીયાઝભાઇનાં પરિવારમાં તેમનાં પત્ની, માતા અને આ બંને જોડીયા ભાઇ હતાં. બંનેનાં મૃતદેહને જામનગર પીએમ માટે લઇ જવાયાં હતાં.

X
Jodia - રતાંધળાના રોગથી પીડાતા 2 જોડિયા ભાઇએ ફાંસો ખાધો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App