તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવાગઢના આગેવાનોનું બેમુદ્દતી ઉપવાસ આંદોલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેતપુરનાનવાગઢ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં વામણા સાબિત થયેલા જેતપુર પાલિકા સૂત્રોની નીતિરીતિના વિરોધમાં જેતપુર શહેર કોંગ્રેસ માઈનોરિટી સેલના ચેરમેન ફારૂક મોદન સહિતના આગેવાનોએ પાલિકા કચેરી સામે અનિશ્ચિત મુદ્દતનું પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

બાબતે આંદોલનકારી આગેવાનોનું કહેવું છેકે અગાઉ તા.4 ઓગ્સટના રોજ નવાગઢના જુદા જુદા વિસ્તારોમાં પ્રજાની પ્રાથમિક સુવિધાઓ જેવીકે, રોડ રસ્તા,ગટર, સ્ટ્રિટ લાઈટની સુવિધાઓ તાકીદે પુરી પાડવાની માંગ કરાઈ હોવા છતાં પાલિકા સૂત્રોએ બેધ્યાન રહેતા આંદોલન છેડાયું છે.

એટલુંજ નહીં અહીં ચારેબાજુ કાદવ કીચડ યુક્ત રસ્તાઓ અને ગંદા પાણીના ખાબોચિયાં રોગચાળાને નોંતરતા હોય,જ્યાં સુધી નવાગઢમાં પ્રજા સુવિધાઓમાં વધારો કરાય અને પ્રશ્ન હલ કરાય ત્યાં સુધી પ્રતીક ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે.પ્રતીક ઉપવાસના પ્રથમ દિવસે ઉપવાસીઓની કોંગ્રેસ આગેવાન જગદીશ પાંભર સહિતના આગેવાનોએ મુલાકાત લઇ, આંદોલન ક્રમશઃ તેજ બનાવવાની હાકલ કરી હતી.

સુવિધાઓના અભાવે લોકોમાં રોષ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો