તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેતપુર યાર્ડના સેક્રેટરી ફરજ મોકૂફ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુરનીયાર્ડમાં વર્ષો થયા મંત્રી તરીકે સેવા આપતા કર્મચારી જયસુખભાઇ ઠુંમરને તેમની અવરોધક કાર્યપ્રણાલીને ધ્યાને લઈને તેમને ફરજ મૌકૂફ કરાતા ચકચાર જાગી છે. માર્કેટ યાર્ડ જેતપુરમાં વર્ષોથી સેક્રેટરી તરીકે જયસુખલાલ ઠુંમર ફરજ બજાવતા હતા તેઓની રીત રસમ અને કાર્ય પ્રણાલી પહેલેથી અસહકારાત્મક રહેતા બજાર વિસ્તારના ગામો પીઠડીયા, રેસમડી ગાલોળ, મોટા ગુંદાળા વિગેરે ગામોના ખેડૂતોમાં ભારે અસંતોષ ઉભો થયો હતો.

માર્કેટયાર્ડમા આવેલા ફાયર ફાઈટર અને અન્ય ખેડુતલક્ષી સુવિધાઓ સેક્રેટરી બેદરકારીને હિસાબે બંધ થયેલ હતી. સેક્રેટરીએ અવારનવાર પ્રમુખ અને બજાર સમીતેને અગાઉથી જાણ કર્યા વગર પોતાના ખાનગી ધંધાર્થે ચાલ્યા જતા હતા. પરિણામે તેઓને ખેડૂતો વેપારીઓની ફરિયાદો અને ગેરવાજબી જવાબો સહિતના મુદ્ે નોટિસ અપાયા બાદ ફરજ મોકૂફ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...