• Gujarati News
  • પોલીસે રિમાન્ડ કેમ લીધાω

પોલીસે રિમાન્ડ કેમ લીધાω

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે રિમાન્ડ કેમ લીધાω

જાણકારોમાં એવીપણ ચર્ચા હતી કે જેતપુરના મેમણ દંપતી સામે કડક હાથે કામ લઈને રિમાન્ડ પર લીધા હોત તો અત્યાર સુધીમાં તેઓએ કેટલાને છેતર્યા છે તે હકીકતો બહાર આવત, પરંતુ પોલીસે એવું શા માટે કર્યું ચર્ચાનો મુદ્દો છે.

{ ચિટર દંપતીને પકડી પોલીસે ઘોઘાવદરના યુવાનના‌ ~ 3 લાખ બચાવ્યા

ભાસ્કરન્યૂઝ. જેતપુર

ગોંડલપંથકના યુવાનને ભોળવી નકલી સોનું ધાબડવા ગયેલા જેતપુરના બંટી ઔર બબલી સમાન મેમણ દંપતીને ફોજદાર જાડેજાએ ઝડપી લીધા હતા. બંટી બબલી રૂ. 50ની કિંમતના નકલી સોનાના બિસ્કિટ આપી ત્રણ લાખ પડાવવાની વેતરણમાં હતા. ત્રણ લાખ આપે તે પહેલાં હકીકત સામે આવી જતાં યુવાન તેમજ તેના વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો.

ગોંડલ તાલુકાના ઘોઘાવદરના સંદીપ રઘુ મકવાણા નામના યુવાનને કોઈએ મોબાઈલ પર રૂ.3 લાખના સોનાના બિસ્કિટ આપવાની વાત કરી હતી અને કહ્યું હતું કે જો તમારે સોનાનું બિસ્કિટ લેવું હોય તો 100-100 ગ્રામના બે બિસ્કિટ આપીશ.

બાદમાં સંદીપે તેમના મિત્રને પણ વાત કહી બન્ને વીરપુરના બસ સ્ટેન્ડમાં ગયા ત્યારે ત્યાં એક મહિલા અને એક પુરુષ મળ્યા હતા. દરમિયાન વીરપુર પોલીસે પોલીસ મિજાજ બતાવી આકરી પૂછપરછ કરતા મુસ્લિમ મેમણ દંપતી મહેબૂબ અને તેની પત્ની રુક્સાના હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું

આવા સમયે પોલીસે દંપતી પાસેથી રૂ.50ની કિંમતના બે સોનાના બિસ્કિટ કબજે લઇ તપાસતા નકલી નીકળતા સંદીપ છેતરાતો બચી ગયો હતો. જો કે બાદમાં દંપતી જામીન પર છૂટી ગયાની વિગતો પણ સૂત્રોમાંથી સાંપડી છે.

આવા બંટી ઔર બબલી જેવા દંપતિઓ અને ઠગથી બચવા લોકોએ સ્વયમ જાગૃતી રાખે તે જરૂરી છે.

જેતપુરના બંટી ઔર બબલી ઝડપાયા

વિશ્વાસઘાત

~ 50 નકલી સોનાના બિસ્કિટના ~ 3 લાખ પડાવવાની વેતરણમાં હતા