• Gujarati News
  • શેરીક્રિકેટમાં અમારા ઘર પાસે બોલ આવવો જોઈએ તેમ કહી

શેરીક્રિકેટમાં અમારા ઘર પાસે બોલ આવવો જોઈએ તેમ કહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શેરીક્રિકેટમાં અમારા ઘર પાસે બોલ આવવો જોઈએ તેમ કહી યુવાનને લાકડી ફટકારનાર પટેલ યુવાનને જેતપુર કોર્ટે માસની સજા અને રૂપિયા 1 હજાર નો દંડ ફટકાર્યો હોવાનું એપીપી પંચાલે જણાવ્યું હતું.

અહીના જમાદાર વાડી વિસ્તારમાં રહેતા ધવલ પ્રવીણભાઈ વ્યાસ મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો. ત્યારે પાડોશી સંજય મનસુખ પાનસુરીયાના ઘર પાસે દડો જતા ઉશ્કેરાયેલા સંજયે ગાળો આપી ધવલને લાકડી ફટકારી હતી.

સને 2008 ની ઘટનાનો આજે જેતપુરની કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને જજ રાજપૂતે સંજય પટેલને કસુરવાર ઠેરવી 6 માસની સજા અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો.

દરમિયાન અદાલતે લાકડી ફટકારીને મહાવ્યથા પહોંચાડનારા આરોપી સામે આકરું વલણ અપનાવી વર્તમાન સમયમાં વધતા જતાં મારામારીના બનાવ માટે યોગ્ય હુકમ કર્યો હોવાનું ભોગ બનનારના પરિવારજનોએ જણાવ્યું હતું.

લાકડી મારનારને કોર્ટે માસની સજા ફટકારી