પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુરનીપટેલ પરિણીતાએ ધોરાજીના અવેડા ચોક ખાતે રહેતા પતિ સહિતના સાસરિયા વિરૂધ્ધ દહેજ અંગે માનસિક શારીરિક ત્રાસ આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેતપુરના ટાકુડીપરા શેરી નં. 1 ખાતે રહેતી પટેલ પરિણીતા કાજલબેન ભરતભાઇ માવાણીએ ધોરાજી પોલીસમાં સાસરિયા સામે લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન ધોરાજીના અવેડા ચોક ખાતે રહેતા ભરત પોપટભાઇ માવાણી સાથે થયા હતા. લગ્નગાળા દરમિયાન તેનો પતિ ભરત, ભાઇ અનિલ માવાણી, ભાભી વિલાસબેન એ. માવાણી સહિતનાએ પરિણીતા કાજલને શારીરિક માનસિક ત્રાસ આપી પીયરમાંથી દહેજ માગવાના મુદ્દે માનસીક ત્રાસ અપાતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...