ચેટિંગ કરતા કિશોરનું અપહરણ કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુરનાદેસાઈવાડી વિસ્તારમાં રહેતા 15 વર્ષનો સગીર અહીંના ઉત્સવ હોટેલ પાછળ રહેતી અને ધોરાજીની એક ખાનગી શાળામાં ભણતી કિશોરી સાથે વોટ્સએપ પર રોજ મોડીરાત્રી સુધી ચેટિંગ કરતો હતો. વાતની જાણ થતા કિશોરીના વાલીઓએ શુક્રવારના બપોરના 12 વાગ્યે સગીરને અમરનગર રોડ પર આવેલ પ્રિન્સ પાન આગળથી એક કારમાં અપહરણ કરી ચાંપરાજપુર ગામે આવેલા ઘનશ્યામ સિંગદાણા નામના કારખાનામાં લઇ જઈ, ગોંધી રાખી ધોકા વતી મૂઢમાર મારી ઇજા કરી હતી.

કિશોરને ગુપ્તભાગે ઇજા થવાથી આખી ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાથી વાકેફ કિશોરના પિતાએ પોતાના પુત્રનું અપહરણ કરી ઢોરમાર મારવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...