તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધોરાજીના સ્મશાનમાં કલાક મૃતદેહ રઝળ્યો

ધોરાજીના સ્મશાનમાં કલાક મૃતદેહ રઝળ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજીિવદ્યુત સ્મશાનમાં સ્વજનના અંતિમ સંસ્કાર આવેલા જેતપુરના પૂર્વ નગરપતિને કલાક પછી બે નશાખોરે જાણ કરી હતી કે, સ્મશાન તો બંધ છે. લાકડાંથી અગ્નિદાહ આપી દો. પાિલકાના વહીવટથી રાજકીય આગેવાન પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

જેતપુરના પૂર્વ નગરપતિ રામજીભાઇ વીરડિયાના ભાઇ પ્રવીણભાઇનું અવસાન ધોરાજી ખાતે થયું હતું અને તેમના મૃતદેહને અંતિમવિધિ માટે સ્મશાન લઇ જવામાં આવ્યો ત્યારે વિદ્યુત સ્મશાનમાં પહેલાં તો કર્મચારી દેખાયો અને બાદમાં તપાસ કરતાં બે પીધેલા શખ્સ એક કલાકે આવ્યા અને કહ્યું કે સ્મશાન તો બંધ છે. આથી બાદમાં ડાઘુઓ ફરી મૃતદેહને લઇ જૂના સ્મશાને આવ્યા. ત્યાં પણ લાકડાં ઉપલબ્ધ હોવાથી કર્મચારીને પૂછવામાં આવતાં એવો ઉત્તર આપ્યો હતો કે લાકડાંની વ્યવસ્થા તો તમારે કરવાની! બાદમાં નગરપતિને પણ ફોન કરવામાં આવ્યો પણ તેમ છતાં ફોન રિસિવ થતાં અંતે પૂર્વ નગરપતિ અકળાયા હતા અને પીધેલા કર્મચારીઓ સામે પગલાં લેવા માગણી કરી હતી.