• Gujarati News
  • જેતલસરના યુવાનને દારૂ પાઈ મિત્રોએ પતાવી દીધો હતો

જેતલસરના યુવાનને દારૂ પાઈ મિત્રોએ પતાવી દીધો હતો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ જૂનાગઢ પંથકના બે યુવાનોનું હતું કારસ્તાન, જેતલસરના 2 સહિત 3ની ધરપકડ

{ મહેશના લોહિયાળ કપડાં, હાથનું કડું, તથા ચંપલ મળી આવતા પોલીસ હરકતમાં

ભાસ્કરન્યૂઝ. જેતપુર

જેતલસરમાંથીદોઢ મહિના થયા ભેદી સંજોગોમાં ગુમ થયેલ એક દલિત યુવાનની જૂના મનદુઃખને કારણે પૂર્વયોજિત ઘટના હત્યામાં પરિણમતા જેતપુર તાલુકા પોલીસે ઘટનામાં સંડોવાયેલ જેતલસરના 2 અને એક જૂનાગઢનો એક એમ 3 લવરમુછિયાને ઝડપી લઇ, હવામાં ઓગળી ગયેલા ડુંગરપુરના ભૂરાની શોધખોળ આદરી છે.

જેતલસરના ડેડરવા રોડ પર ગાયત્રીનગરની સામે આવેલા આંબેડકરનગરમાં રહેતો મહેશ જેન્તી ગોહેલ નામનો દલિત યુવાન 15 એપ્રિલ, 2015ના રોજ ઘરેથી ચાલ્યો જતા તેમના નાનાભાઈ રોહિત અને માતા સહિતના પરિવારજનોએ આજુબાજુ તેમજ સગાંવહાલાઓમાં તપાસ કરી હોવા છતાં મહેશનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો.

કોઈએ પોલીસને જાણ કરી હતી કે, જેતલસરના મામાદેવવાળી જગ્યાની પાછળના જંગલી વિસ્તારમાં કોઈનું લોહીવાળું ટીશર્ટ, હાથનું કડું તેમજ ચંપલ પડ્યા છે. પોલીસને આવી બાતમી મળતાં પોલીસે જેતલસર પહોંચી, બાતમીવાળી વસ્તુઓ ખાડો ખોદાવી બહાર કાઢી ગુમ યુવાન મહેશના ભાઈ રોહિતને બતાવતા રોહિતે બધું તેમના મોટાભાઈ મહેશનું હોવાની વિગતો આપતા ગુમશુદા યુવાનની ઘટના હત્યામાં પરિણમી હતી. મહેશના મોબાઈલની કોલ્સ ડિટેલ્સ તપાસતા જૂનાગઢના સાગર ઉર્ફે સચિન બાબુ રાઠોડ અને ભૂરાના કોલ્સને શંકાના દાયરામાં રાખી પોલીસે બંનેની શોધખોળ આદરતા સાગર રાઠોડ પકડાઈ ગયો હતો અને સાગરે વટાણા વેરી નાખ્યા હતા. તેણે મહેશની હત્યામાં ભૂરો નામનો મિત્ર અને જીતેશ ઉર્ફે જીતો હીરાભાઈ ગોહેલ, કિરણ ઉર્ફે કટિયો ભલાભાઈ ગોહેલના નામો આપતા પોલીસે બંને યુવાનોને પણ ઝડપી લીધા હતા, જ્યારે ભૂરિયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

તપાસમાં જીતેશ, કિરણ સાથે રહેતા

મૃતકમહેશનીશોધખોળ કરવા જ્યારે જ્યારે તાલુકા પોલીસ જેતલસરમાં આવતી ત્યારે કિરણ અને જીતેશ પોલીસની આજુબાજુ ફરતા અને મહેશની સાથે કોણ કોણ ઘરોબો રાખતા તેની વાયા મીડિયા માહિતીઓ પોલીસને આપતા હોવાનું પણ બહાર આવ્યું હતું.

ઘટનાને અંજામ કઈ રીતે અપાયોω

સાગરેમિત્રોભૂરો, જીતેશ અને કિરણની મદદથી મહેશને મામાદાદાની જગ્યા પાછળના એક અવાવરું ગોદામમાં દારૂ પીવા બોલાવ્યો હતો, જ્યાં શરાબ પાર્ટી પતાવ્યા પછી ચારેય મિત્રોએ મહેશને ઉપરાછાપરી છરીઓના ઘા ઝીંકી, નજીકના એક ઊંડા ખાડામાં ગબડાવી, પથ્થરો અને ધૂળ નીચે મહેશને દાટી દીધો હતો.

હત્યા શા માટે થઇω

જૂનાગઢના સાગરરાઠોડની બહેન જેતલસરમાં ભરત ઉર્ફે ભલીયો કરશન ચૌહાણના પરિવારમાં શ્વસુરગૃહ ધરાવતી હોય, સાગર સમયાંતરે જેતલસર આવતો ત્યારે કોઈ પારિવારિક બોલાચાલી દરમિયાન મહેશ અને સાગર વચ્ચેની ઉગ્ર તકરાર મારામારીમાં ફેરવાતા જ્યારે જ્યારે સામસામા આવી જતા ત્યારે મહેશ અને સાગર વચ્ચે બોલાચાલી અને માથાકૂટો થયા કરતી. જે વાતનો કાયમી નિવેડો લાવવા સાગરે મહેશનું ઢીમ ઢાળી દીધાની પોલીસને વિગતો મળી રહી છે.