જેતપુરના નવાગઢમાં બે અલગ અલગ જગ્યાએ તસ્કરો ત્રાટક્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાગઢમાં ગઢની રાંગ વિસ્તારમાં વર્ધમાન ડાઈગ સામે મહમદભાઈ ઓસમાણ ભાઈ કારીયાળીના ઘરે રાત્રી દરમિયાન કોઈ અજાણીયો શખ્સ એક મોટર સાઇકલ નંબર gjo3 jo 0627 (કીમત રૂા.30000) જે મોટર સાઇકલ મોહમ્મદ ભાઈના ફળિયામાં હતું અને તેમાં ચાવી લાગેલી હતી જેને કોઈ શખ્સ ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જ્યારે બીજા બનાવમાં આજ વિસ્તારમાં ગેસના ગોડાઉન પાસે રહેતા સીરાજભાઈ ઇશાભાઈ સોઢા ગત રાત્રે પોતાને ઘરે દરવાજા ખુલ્લા રાખી સુઈ ગયા હતા. ત્યારે વહેલી સવારે અચાનક તેની ઊંઘ ઉડી જતા તેને જોયેલ કે કબાટની ચાવી જે કપડાં નીચે રાખેલ હતી તે કબાટમાં લટકતી હતી અને કબાટ નો સમાન વેરવીખેર જોવા મળ્યો હતો. જે અંગે તેને તેની પત્ની ને જગાડી જોયું તો ઘરમાં દરેક સમાન વેરવિખેર હલાતમાં જોવા મળ્યો હતો.

કબાટમાં રહેલા સોનાના ચાંદીના દાગીના કિંમત 1.26 લાખ તેમજ વેપારના રૂ.20 હજાર આ શખ્શો લઇ ફરાર થઈ ગયા હતા. ફરિયાદી સીરાજભાઈના ઘરે થોડા સમય બાદ તેની પુત્રી રૂકસાનાના લગ્ન હોઈ તેથી થોડા થોડા દાગીના તે લોકો ઘરમાં જમા કરી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...