કચરાના વાહન રાહદારીઓ પર કચરો ઉડાડતા હોવાની રાવ

જેતપુરમાં નિયમોને નેવે મૂકી કામગીરી કરાતી હોવાથી લોકોમાં રોષ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:05 AM
કચરાના વાહન રાહદારીઓ પર કચરો ઉડાડતા હોવાની રાવ
જેતપુર શહેરને સ્વચ્છ અને ગંદકી મુક્ત બનાવા માટે સરકાર દ્વારા ઢોલ નગારા વગાડી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને કચરા લેવા આવતી ગાડીયો પર માઇક દ્વારા કચરો ન કરવા તેમજ સ્વચ્છતા રાખવા લોકોને સૂચના આપવાના આવી રહી છે પરંતુ કચરો ઉપાડતા ખુદ કોન્ટ્રાક્ટર જ ગામના પોઇન્ટ પરથી કચરો લઇ જાય છે અને નિયમ મુજબ ટ્રેક્ટર પર તાલપત્રી ઢાંકવાને બદલે ખુલે આમ વાસ મારતો કચરો લઇ કોન્ટ્રક્ટરના માણસો શહેરમાં ફરતા જોવા મળી રહ્યા છે અને ટ્રેક્ટરની પાછળ ચાલતા વાહનો અને રાહદારીઓને આ ટ્રેક્ટરમાંથી ઉડતો કચરો પોતાના કપડાં તેમજ વાહનમાં ઉડી આવતો હોય તે સહન કરવાનો વારો આવે છે, સવારના સમયે મોટા ભાગના નાગરિકો મંદિરે, દરગાહમાં દર્શન માટે જતા જોવા મળે છે અને એવામાં જો તેના પર આવો કચરો પડે એટલે તરત ફરી ઘરે જઈ સ્નાન કરી કપડાં બદલવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

પાલિકાની નોટિસના ખોટા જવાબ રજૂ કરાય છે..

ડોર ટુ ડોર કચરા, શહેરમાં વધતી જતી ગંદકીના પગલે ચીફ ઓફિસર દ્વારા 7 થી 8 વખત નોટિસ ફટકારાઇ હતી, પરંતુ આ નોટિસ ની કોઈ અસર ન થતી હોય રાજકીય છેડા ધરાવતા હોવાની માનસિકતાને કારણે નોટિસમાં અમે હવે ધ્યાન રાખશું અને કાળજી રાખશું જેવા મનસૂફી વાળા જવાબ રજૂ કરી પાલિકા સાથે રમત કરી રહ્યા છે.

નોટિસની કોઈ અસર નહીં

પાલિકામાં ઓછા ભાવે અને રાજકીય વગ દ્વારા આ કોન્ટ્રાક્ટરને કામ મળ્યું હોવાની ચર્ચા ચર્ચાઇ રહી હતી, ખરેખર આ કોન્ટ્રાક્ટોએ વાત સાબિત કરી દીધી હોવાનું પાલિકા દ્વારા લેખિત નોટિસ પરથી સાબિત થાય છે.

અધિકારી શું કહે છે

મશહેરમાં વધતી જતી ગંદકી તેમજ કોન્ટ્રક્ટર ના અણઆવડત અંગે પાલિકા ચીફ એ અગાવ અનેક વખત નોટિસ દ્વારા અને મૌખિક પણ જાણ કરેલ હોઈ તે સુધારવાનું નામ લેતા નથી અને આજની આ ફરિયાદ ને પગલે કોન્ટ્રક્ટર ને નોટિસ આપી જાણ કરવામાં આવશે. સી. બી. રબારી, ચીફ ઓફિસર

X
કચરાના વાહન રાહદારીઓ પર કચરો ઉડાડતા હોવાની રાવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App