તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Jetpur
  • Jetpur જેતપુરમાંથી ઘરફોડ ચોરી કરતા આરોપીને પોલીસે ઇલેકટ્રીક વાયરના બંડલ

જેતપુરમાંથી ઘરફોડ ચોરી કરતા આરોપીને પોલીસે ઇલેકટ્રીક વાયરના બંડલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેતપુરમાંથી ઘરફોડ ચોરી કરતા આરોપીને પોલીસે ઇલેકટ્રીક વાયરના બંડલ તથા કોપરના બંડલ સહિતના કુલ 80,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જેતપુર ડીવીઝન પોલીસ સ્ટાફ જેતપુર સિટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો. કોન્સ નારણભાઈ પંપાણીયા ને મળેલ હકીકતના આધારે આ કામના આરોપી અંકિત મનસુખભાઇ ભેસાણીયા ઉ.વ. ૨૫ રહે.થાણાગાલોલને ઈલેક્ટ્રીક વાયરના બંડલ નંગ ૬૫ તથા કોપર વાયરના બંડલ નંગ ૫ કિંમત રૂ.૮૦,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં જેતપુર સિટી પોલીસ. ઈન્સ. વાણીયા, નારણભાઈ પંપાણીયા, બાપાલાલ ચુડાસમા, વિશાલભાઈ સોનારા, પ્રવિણભાઈ ચાવડા, મેહુલભાઈ બારોટ વિગેરે સ્ટાફના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...