• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Jetpur
  • જેતપુર : જેતપુરમાં અનેક સામાજીક કાર્યો તેમજ વ્યક્તિત્વ વિકાસમાં માનતી

જેતપુર : જેતપુરમાં અનેક સામાજીક કાર્યો તેમજ વ્યક્તિત્વ વિકાસમાં માનતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુર : જેતપુરમાં અનેક સામાજીક કાર્યો તેમજ વ્યક્તિત્વ વિકાસમાં માનતી સંસ્થા જેસીઆઈ જેતપુર દ્વારા 08 જુલાઈના રોજ બાળકોમાં છુપાયેલ કળાને સ્ટેજ પર્ફોર્મન્સ મળી બહાર આવે એ હેતુથી ચેતના સિનેમા પર ઓપન સૌરાષ્ટ્ર ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં રાજકોટ, જુનાગઢ, જામનગર,ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના બાળકો દ્વારા પર્ફોર્મન્સ બતાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્થા ના પ્રમુખ જેસી અલ્પેશ ભુવા,સેક્રેટરી જેસી દ્વિજેશ ધડુક ,પ્રો.ચેરમેન જેસીપીન્ટુ ગજેરા, GLC જેસી મહેશ રાદડિયા,IPP જેસી અજય રાદડિયા,પ્રો.કન્સલ્ટન્ટ જેસી નિલેશ સાવજ,કો.ચેરમેન જેસી રમેશ માલવીયા,જેસી મિતેષ પોલરા, પુર્વ પ્રમુખ તથા દરેક જેસી મિત્રો દ્વારા સફળ બનાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...