• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Jetpur
  • જેતપુર તાલુકામાં ગુરુવારે ભારે વરસાદ પડ્યો હતો. તેમાં પણ દેવકીગાલોળ

જેતપુર તાલુકામાં ગુરુવારે ભારે વરસાદ પડ્યો હતો. તેમાં પણ દેવકીગાલોળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુર તાલુકામાં ગુરુવારે ભારે વરસાદ પડ્યો હતો. તેમાં પણ દેવકીગાલોળ ગામે એક સાથે 8 ઈંચ વરસાદ ખાબકતા જિલ્લા પંચાયતના ડિઝાસ્ટર મેેનેજમેન્ટની ટુકડીને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરી દેવાયો હતો. જેને પગલે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દેવકીગાલોળ પહોંચી ગયા હતા. નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.વી. મકવાણાએ જણાવ્યું હતું કે, દેવકીગાલોળ અને ગુંદાળા ગામે હજુ સ્થિતિ સારી છે છતાં કોઇપણ સમયે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી શકાય તે માટે ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...