• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Jetpur
  • ભાસ્કર ટીમ | સૌરષ્ટ્રમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ

ભાસ્કર ટીમ | સૌરષ્ટ્રમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ટીમ | સૌરષ્ટ્રમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો હતો. જેતપુરમાં આજ સવાર થી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને અઢી ઇંચ જેટલો વરસાદ વરસી જતા રોડ ત્યા જળ જેવી સ્થિતિ સર્જાઇ હતી. અા ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ગામોમાં હળવાથી ભારે ઝાપટાં પડયા હતા. જેમાં આજે ગોંડલમાં 2 ઇંચ, વિરપુર, મોટીપાનેલી, આટકોટ, ધોરાજી અને ગોમટામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય શાપર-વેરાવળમાં સવા ઇંચ, કોટડા-સાંગાણીમાં 8 એમ.એમ, જસદણમાં 4 એમ.એમ. વરસાદ નોંધાયો હતો. જ્યારે મોરબી, ટંકારા, દેવકીગાલોર કોળાધાકોળ રહ્યા હતા. અત્યાર સુધી સૌરાષ્ટ્રના ગામોમાં સિઝનનો વરસાદ ગોંડલમાં સાડા પાંચ ઇંચ, વિરપુર સાડા પાંચ ઇંચ, મોટીપાનેલીમાં સાડા ત્રણ ઇંચ, આટકોટમાં 5 ઇંચ, ધોરાજી 5 ઇંચ, ગોમટામાં 4 ઇંચ, શાપર-વેરાવળમાં 13 ઇંચ, કોટડા-સાંગાણીમાં 3 ઇંચ, જસદણમાં 4 ઇંચ, મોરબીમાં 7 ઇંચ, ટંકારા 5 ઇંચ, દેવકીગાલોરમાં 7ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદની આગાહીના પગલે તમામ નગરપાલિકામાં રેસ્કયુ ટીમને તૈનાત રખાઇ, ચિફ ઓફિસરોને સ્ટેન્ડબાય રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...